પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મત લીધા વિના હું સહી કરી શકું નહીં. એ ખરડાની મતલબ એવી હતી કે હિંદીઓએ પોતાના પરવાના મરજિયાતપણે બદલવા. તેની ઉપર કાયદાનો અમલ ન થઈ શકે. પરવાનાનું રૂપ હિંદીઓની સાથે મસલત કરીને સરકારે ઘડવું અને જો હિંદી કોમનો મુખ્ય ભાગ મરજિયાત પરવાના લઈ લે તો સરકાર ખૂની કાયદો રદ કરશે અને મરજિયાત પરવાનાને કાયદેસર ગણવા સારુ એક નવો કાયદો પસાર કરશે. અાવી મતલબનો એ ખરડો હતો. ખૂની કાયદો રદ કરવાની વાત આ ખરડામાં સ્પષ્ટ ન હતી. તે મારી દૃષ્ટિએ સ્પષ્ટ કરવા પૂરતો ફેરફાર મેં તેમાં સૂચવ્યો. આલ્બર્ટ કાર્ટરાઈટને એટલું પણ ન ગમ્યું. તેમણે કહ્યું કે, "એ ખરડો જનરલ સ્મટ્સે છેવટનો ગણ્યો છે. મેં પોતે પણ એ પસંદ કર્યો છે. અને એટલી તો હું તમને ખાતરી આપું છું કે જો તમે સૌ પરવાના લઈ લેશો તો ખૂની કાયદો રદ થયો જ સમજો." મેં જવાબ આપ્યો, સમાધાન થાઓ યા ન થાઓ, પણ તમારી લાગણી અને મદદને સારુ અમે તમારા સદાયના આભારી રહીશું. હું એક પણ બિનજરૂરી ફેરફાર નથી કરવા ઈચ્છતો. સરકારની પ્રતિષ્ઠા જળવાય એવી ભાષાનો હું વિરોધ નહીં કરું, પણ જ્યાં હું પોતે પણ અર્થને વિશે શંકિત થાઉં ત્યાં તો મારે ફેરફાર સૂચવવો જ જોઈએ. અને આખરમાં જો સમાધાની થવાની હોય તો બંને પક્ષને ફેરફાર કરવાનો અધિકાર હોવો જ જોઈએ. 'આ છેવટનું છે' એમ કહીને જનરલ સ્મટ્સે અમારી સામે પિસ્તોલ ધરવી નહીં જોઈએ. ખની કાયદારૂપી પિસ્તોલ તો અમારી સામે પડી જ છે, એટલે બીજી પિસ્તોલની અસર પણ અમારી ઉપર શું થાય ?" મિ. કાર્ટરાઈટ આ દલીલની સામે કંઈ કહી નહીં શકયા અને મેં સૂચવેલો ફેરફાર જનરલ સ્મટ્સ સમક્ષ મૂકવાનું તેમણે કબૂલ કર્યું. સાથીઓની જોડે મેં મસલત કરી. તેઓને પણ ભાષા ન ગમી. પણ ફેરફારની સાથે ખરડો જનરલ સ્મટ્સ કબૂલ રાખે તો સમાધાની કરવી એ તેમને પણ ગમ્યું. બહારથી જેઓ આવ્યા હતા તેમણે મને આગેવાનોનો સંદેશો આપ્યો હતો કે, યોગ્ય સમાધાની થતી હોય તો તેઓની સંમતિની રાહ જોયા વિના મારે કરી નાખવી. અા ખરડામાં મેં મિ. ક્વીનની