પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ડરથી જ ખૂની કાયદાને વશ થયા હતા. કાછલિયા ધારત તો નાદારીમાંથી બચી શકત. લડત છોડીને બચવું એ ઉપાય તો હતો જ, પણ આ સ્થળે એ વાત મારા મનમાં નથી. કાછલિયાને ઘણા હિંદી મિત્રો હતા. તેઓ આવી ભીડને વખતે તેમને પૈસા ધીરી શકત. પણ તેવી ગોઠવણ કરી તેમણે પોતાનો વેપાર બચાવ્યો હોત તો તેમની બહાદુરી લજવાત. કેદમાં જવાનું જે જોખમ તેમની ઉપર હતું તે તો સૌ સત્યાગ્રહીઓની ઉપર હતું. એટલે કોઈ પણ સત્યાગ્રહીની પાસેથી પૈસા કાઢીને તેઓ ગોરાઓને ચૂકવે એ તો ન શોભે. પણ જેમ સત્યાગ્રહી વેપારીઓ તેમના મિત્ર હતા તેમ જેઓ કાયદાને વશ હતા તે પણ મિત્રો હતા. તેઓની મદદ મળી શકે તેમ હતી એ હું જાણું છું. મારી યાદ પ્રમાણે એવા એકબે મિત્રોએ તેમને કહેણ પણ મોકલ્યું હતું. પણ તેઓની મદદ લેવી એ તો, ખૂની કાયદાને વશ થવામાં ડહાપણ છે એમ કબૂલ કર્યા બરાબર થતું હતું. તેથી તેવી મદદ ન જ લેવાય એમ અમે બંનેએ નિશ્ચય કર્યો. સિવાય અમે બંનેએ એમ પણ ધાર્યું કે, જો કાછલિયા પોતાને નાદાર ગણાવા દે તો તેમની નાદારી એ બીજાઓને ઢાલ સમાન થઈ પડે. કેમ કે જો સોએ સો ટકા નહીં તો નવવાણું ટકા નાદારીઓમાં લેણદાર કંઈક ને કંઈક તો ખુએ જ છે. જે પ૦ ટકા મળે તો તો તેઓ ખુશ થાય છે, પોણો સો ટકા સો ટકા જેવા જ માની લે, કારણ કે દક્ષિણ આફ્રિકાના વેપારના મોટા વેપારીઓ સામાન્ય રીતે ૬। ટકા નફો નથી લેતા પણ રપ ટકા લે છે. તેથી ૭પ ટકા મળે ત્યાં સુધી તેઓ તેને ખોટનો વેપાર ગણે જ નહીં. પણ નાદારીમાં પૂરેપૂરું તો ભાગ્યે જ મળે. તેથી કોઈ પણ લેણદાર કરજદારને નાદાર કરવા તો ઈચ્છે જ નહીં.

એટલે કાછલિયાની નાદારીથી ગોરાઓ બીજાઓને ધમકી આપતા તો બંધ જ થઈ જાય તેમ હતું. અને થયું પણ તેમ જ. ગોરાઓનો હતુ કાછલિયાની પાસે લડત મુકાવવાનો હતો અને તેમ ન કરે તો રોકડા સોએ સો ટકા વસૂલ કરવાનો હતો. બેમાંથી એકે હતુ પાર ન જ પડયો, પણ ઊલટું અવળું પરિણામ આવ્યું. નાદારીને વધાવી લેનાર પ્રતિષ્ઠિત હિંદી વેપારીનો આ પહેલો દાખલો જોઈ