પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એટલા બધાની કૂચ કરવા જેટલી સામગ્રી જ ન હતી, એટલા મુખિયા ન હતા ને એટલું નાણુંય ન હતું. વળી એટલા માણસોને એકઠા કરી તોફાન થતું રોકવું પણ અશકય થઈ પડે.

પણ પૂર આવે તે કોઈનું રોકયું રોકાય કેમ ? મજૂરો બધી જગ્યાએથી પોતાની મેળે નીકળી પડયા. તે તે ઠેકાણે સ્વયં સેવકો પોતાની મેળે ગોઠવાઈ ગયા.

સરકારે હવે બંદૂકનીતિ અખત્યાર કરી. લોકોને હડતાળ પાડતા બળાત્કારે રોકયા. તેઓની પાછળ ઘોડેસવાર દોડયા ને તેઓને પોતાને સ્થાને મોક૯યા. લોકો જરાયે તોફાન કરે તો ગોળી ચલાવવાની હતી. તે લોકો પાછા જવાની સામે થયા. કોઈએ પથરા પણ ફેંકયા. ગોળીબાર થયા. ઘણા ઘાયલ થયા. બેચાર મર્યા. પણ લોકોનો જુસ્સો મોળો ન પડયો. ઘણી મુશ્કેલીથી અહીં હડતાળ થતી સ્વયંસેવકોએ અટકાવી. બધા તો કામે ન જ ચડ્યા. કેટલાક બીકને માર્ય સંતાયા ને પાછા ન ગયા.

એક પ્રસંગ નોંધવા જેવો છે. વેરૂલમમાં ઘણા મજૂરો નીકળી પડચા હતા. તેઓ કોઈ ઉપાયે પાછા જાય નહીં. જનરલ ૯યુકિન પોતાના સિપાઈઓ સાથે ત્યાં હાજર હતો. લોકો ઉપર ગોળી ચલાવવાનો હુકમ કાઢવા તૈયાર હતો. મરહૂમ પારસી રુસ્તમજીનો નાનો દીકરો બહાદુર સોરાબજી – જેની ઉંમર ભાગ્યે અઢાર વર્ષની હશે – ડરબનથી અહીં પહોંચી ગયો હતો, તે જનરલના ઘોડાની લગામ પકડીને બોલી ઊઠયો, “તમારાથી ગોળીબાર કરવાનો હુકમ નહીં અપાય; હું મારા લોકોને શાંતિથી કામે ચડાવવાનું માથે લઉં છું.' જનરલ લ્યુકિન આ નવજુવાનની બહાદુરી ઉપર મુગ્ધ થયો ને તેણે તેને તેનું પ્રેમબળ અજમાવવાની મહેતલ આપી. સોરાબજીએ લોકોને સમજાવ્યા. લોકો સમજ્યા ને પાછા પોતાને કામે ચડચા. આમ એક જુવાનિયાની સમયસૂચકતા, નિર્ભયતા અને પ્રેમથી ખૂનો થતાં અટકયાં.

વાંચનારે સમજવું જોઈએ કે આ ગોળીબાર ઇત્યાદિ કામ ગેરકાયદેસર જ ગણાય. ખાણના મજૂરોની સાથેના વ્યવહારમાં સરકારી કાર્યનો દેખાવ કાયદેસર હતો. લોકોને હડતાળ કરવા સારુ નહોતા પકડવામાં