પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અપરિચિત રૂઢિનો ઉપયોગ કરે તેનો પોતે અર્થ ન સમજે ને કંઈનો કંઈ જવાબ દેવાઈ જવાય, કદાચ ગભરાઈ જવાય અને તેથી પોતાના કાર્યને નુકસાન પહોંચે એવી ગંભીર ભૂલ શાને કરે ?

જેમ બોઅર પુરુષો બહાદુર અને સાદા છે તેમ જ બોઅર સ્ત્રીઓ પણ બહાદુર અને સાદી છે. બોઅર લડાઈને વખતે જે બોઅર લોકોએ પોતાનું લોહી રેડયું તો તે ભોગ અોરતોની હિંમત તેમ જ તેમના ઉત્તેજનથી તેઓ આપી શકયા. અોરતોને નહોતો વૈધવ્યનો ભય કે નહોતો ભવિષ્યનો. મેં ઉપર કહ્યું કે બોઅર લોકો ધર્મચુસ્ત છે, ખ્રિસ્તી છે. પણ તેઓ ઈશુ ખ્રિસ્તના નવા કરારને માનનારા એમ ન કહી શકાય. ખરું જોતાં તો યુરોપ જ નવા કરારને કયાં માને છે ? છતાં યુરોપમાં નવા કરારને માન આપવાનો દાવો થાય જ છે, જોકે કેટલાક યુરોપનિવાસી ઈશુ ખ્રિસ્તના શાંતિધર્મને જાણે છે અને પાળે છે. પણ બોઅર લોકો તો નવા કરારને નામથી જ જાણે છે એમ કહી શકાય. જૂનો કરાર ભાવપૂર્વક વાંચે છે અને તેમાં જે લડાઈઓનાં વર્ણન છે તે ગોખે છે. મૂસા પેગંબરનું “દાંતને બદલે દાંત અને આંખને બદલે અાંખ'નું શિક્ષણ પૂરી રીતે માને છે. અને જે પ્રમાણે માને છે તે પ્રમાણે તેઓ વર્તે છે. બોઅર ઓરતોએ પણ પોતાની સ્વતંત્રતા જાળવવાની ખાતર ગમે તેટલું દુ:ખ સહન કરવું પડે તોપણ તે ધર્મનું ફરમાન છે એમ સમજી ધીરજથી અને આનંદથી બધી આપત્તિઓ વેઠી. ઓરતોને નમાવવાને સારુ મરહૂમ લૉર્ડ કિચનરે ઉપાયો કરવામાં કચાશ નથી રાખી. નોખા નોખા વાડાઓમાં તેઓને પૂરી. ત્યાં તેઓની ઉપર અસહ્ય વિપત્તિઓ પડી.. ખાવાપીવાના સાંસા; ટાઢથી, તડકાથી સોસાઈ જાય.. કોઈ શરાબ પી ગાંડો થયેલો અથવા તો વિષયના આવેશમાં ભાન ભૂલી ગયેલો સોલ્જર આ ધણી વિનાની ઓરતો ઉપર હુમલો પણ કરે. અા વાડાઓમાં અનેક પ્રકારના ઉપદ્રવો પેદા થાય, ઈ૦ એ, છતાં આ બહાદુર ઓરતો નમી નહીં.. અને છેવટે કિંગ એડવર્ડે જ નૉર્ડ કિચનરને લખ્યું કે, "આ મારાથી સહન થઈ શકતું નથી. જે બોઅરને નમાવવાનો આપણી પાસે આ જ ઈલાજ હોય તો