પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પરિશિષ્ટ ૧
સત્યાગ્રહની લડતની તવારીખની નોંધ

[ગાંધીજી ૧૮૯૩ના એપ્રિલ માસમાં ચોવીસ વર્ષની ઉંમરે હિંદથી નીકળી મેમાં ડરબન પહોંચ્યા.]

૧૯ ૦૬

११ ऑगस्ट – ટ્રાન્સવાલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં એશિયાટિક ઍમેન્ડમેન્ટ એક્ટ રજૂ કરવાની મિ. ડંકને દરખાસ્ત કરી.
११ सप्टेम्बर – જોહાનિસબર્ગમાં એમ્પાયર થિયેટરમાં હિંદીઓની જાહેર સભા મળી. હાજર રહેલા દરેકે, એ ખૂની કાયદો પસાર થાય તો તેને તાબે ન થતાં જેલમાં જવાના સોગંદ લીધા. ઇંગ્લૅંડ ડેપ્યુટેશન મોકલવાનો ઠરાવ થયો.
१२ सप्टेम्बर – ખૂની કાયદો ટ્રાન્સવાલની ધારાસભામાં પસાર થયો.
१ ऑक्टोबर – હિંદી ડેપ્યુટેશન જોહાનિસબર્ગથી ઊપડયું.
८ नवेम्बर – ડેપ્યુટેશને સંસ્થાનોના પ્રધાન લોર્ડ એલ્ગિનની મુલાકાત લીધી.
२९ नवेम्बर – લંડનમાં સાઉથ આફ્રિકા બ્રિટિશ ઈન્ડિયન કમિટી સ્થપાઈ. સર લેપેલ ગ્રિફિન તેના પહેલા પ્રમુખ અને મિ. રિચ તેના સેક્રેટરી નિમાયા.
१ डिसेम्बर – ડેપ્યુટેશન વિલાયતથી રવાના થયું.
३ डिसेम्बर – ખૂની કાયદાને બાદશાહે નામંજૂર કર્યો.

૧૯૦૭

२२ मार्च – વડી સરકારે નામંજૂર કરેલો ખૂની કાયદો ટ્રાન્સવાલની નવી પાર્લમેન્ટે ૨૪ કલાકમાં પસાર કરી દીધો.
२ मे – આ કાયદાને રાજાની મંજૂરી મળી.
१ जुलाई – ખૂની કાયદો અમલમાં મુકાયો અને તે મુજબ પ્રિટોરિયામાં પહેલાં રજિસ્ટર આપવાને ત્યાં રજિસ્ટ્રેશન ઑફિસ ખોલવામાં આવી.