પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભારે ચર્ચા કરી.
३० जुलाई – હિંદી બાળકો કે જે આજ સુધી ઉમરે પહોંચે ત્યારે રજિસ્ટર થઈ શકતાં તેમને ૧૯૦૮નો કાયદો થયા પછી ઉંમરે પહોંચતાં પણ રજિસ્ટર કરવાની ના પાડવામાં આવી.
२२ ऑगस्ट –છોટાભાઈના દીકરાનો પ્રખ્યાત ટેસ્ટ કેસ જોહાનિસબર્ગની કોર્ટમાં શરૂ થયો, તેમાં છેવટે છોટાભાઈને જીત મળી.
२८ सप्टेम्बर – હિંદી દેશપાર પંચાસી સત્યાગ્રહીઓ સાથે મિ. પોલાક ડારબન અાવ્યા.
१६ ऑक्टोबर –મરહૂમ નારાયણસ્વામી 'ગર્ટરૂડ વુમન'માં દેશથી પાછા આવતાં ડેલાગોઆ બેમાં મરણ પામ્યા.

૧૯૧૧

२५ फेब्रुआरी – યુનિયન ગેઝેટમાં ઇમિગ્રેશન રિસ્ટ્રિક્શન બિલ બહાર પાડયું.
२५ एप्रिल – તે બિલ ચાલુ પાર્લમેન્ટમાં પડતું મુકાયું.
२० मे – શરતી સમાધાની થઈ અને સત્યાગ્રહની લડત ફરી મુલતવી રહી.
[ત્યાર પછી લગભગ બે વર્ષ સુધી કાંઈક શાંતિ રહી, અને ફરી ૧૯૧૩માં ચોંકાવનારા બનાવ બન્યા તેની વિગત નીચે મુજબ છે : ]

૧૯૧૩

२२ मार्च – હિંદી ધર્મ ઉપર હુમલો. જસ્ટિસ સર્લે ચુકાદો આપ્યો જેમાં મુસલમાની શરે મુજબ પરણેલ બાઈ મરિયમનાં તેના ધણી સાથેનાં લગ્ન ગેરકાયદે ઠરાવ્યાં.
३ एप्रिल - નવું ઇમિગ્રેશન બિલ યુનિયન ગેઝેટમાં બહાર પડયું.
३ मे – જોહાનિસબર્ગની જાહેર સભામાં સત્યાગ્રહ શરૂ કરવાનો ઠરાવ થયો. એ જ અઠવાડિયામાં સ્ત્રીઓ તરફથી પણ એવો ઠરાવ મુલકી પ્રધાનને મોકલાવ્યો હતો.