પૃષ્ઠ:Dalpatram.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩
દલપતરામ.

દલપતરામ. ૧૩ આરત અથવા પદ્ધતિને નિર્ણય કરવાનું એક કામ તેમને પ્રથમ કરવું પડયું, અત્રે કાઇ કહેશે કે, બળવાન લાગણીએામાંથી જન્મ પામતી કવિતા માટે વળી પદ્ધતિને વિચાર શું કરવા કરવા પડે ! તેઓ પોતે કવિત્વશક્તિને તાબે હતા, પણ વિદ્યા તે એમણે પાતાના ખામાં રાખી હતી. કવિત્વશકિતના વાઙમય પ્રવાહો મનથી નિશ્ચિત કરેલી અને પ્રાપ્ત વિદ્યાએ બાંધી આપેલી પતિ- એ જ વહેવા જોઇએ, એવે તેમને નિશ્ચય હતા. એમણે પોતાના એ નિશ્ચયને અનુસરીને જ પેાતાની કાવ્યશકિતને માટે મેગ્ય માર્ગો નિર્માણ કર્યા હતા. વિદ્યા અને નિશ્ચયના પહેરા નીચે જ મુકરર મર્યાદાની ખેલનભૂમિ ઉપર જ તેમની કવિતાનું ક્રીડન થતું. મુકરર મર્યાદા બહાર કવિતાને એક ડગલુ ભરવાની પણ પરવાનગી ન હતી. મનના નિયા અને સિદ્ધાંત્તા વિરૂદ્ધ કાર્યું ન થવા માટે જે પેાતાને જોખમદાર સમ છે તેમને આ પ્રમાણે કરવાની જરૂર પડે છે. આ નિશ્ચયેા અને સિદ્ધાંતાના મૂળમાં તેમના ધાર્મિક વિચારા, સત્સંગ અને મર્યાદાશીલ ઠાવકુ જીવન ગાળવાનેા તેમને ઠરાવ એ મુખ્યત્વે જોવામાં આવે છે. આ પ્રમાણે તેમની કાવ્ય- સતિની ક્રીડાભૂમિ તેમણે નિર્માણુ કરી આપી હતી, અને તે સાથે OY કાવ્યશકિતને ધ્રુવા લેભાસમાં, કુવા વેશપહેરવેશમાં અને દૈવી ગતિવાળી ચાલમાં ચાલવા દેવી એને પણ એમણે નિય કર્યાં હતા; કેમકે ગમે તેમ, ગમે તેવા વેશપહેરવેશમાં સ્વચ્છંદપણે કવિતાને કૂદવા દેવી એ તેમને મન કુલીનતા ન હતી. તેથી કવીશ્વર દલપતરામે પેાતાની કાવ્યપદ્ધતિનેા વિચારપૂર્વક નિય કર્યો. સેવ તા પાટીયા ઉપરથી ઉતરે છે, પણ તે જાડી ઉતરવા દેવી કે પાતળી અથવા મધ્યમ રાખવી કે બીજી રીતે એ વાતતેા જેમ વિચાર થાય છે તેમ એમની કવિતાની ઇમારત અને પદ્ધતિ વિષે વિચાર કરવાની એમને જરૂર પડી, બ્રહ્મદેવે રચેલા Èઇ પણ આકાર C 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ al