પૃષ્ઠ:Dalpatram.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
દલપતરામ.

૫૬ દલપતરામ, દલપતરામ સુરત ગયા; પણ ગુજરાત વર્નાકયુલર સેાસાટીથી તે દૂર ગયા ન હતા. મુંબઇમાં વિલેાખી નામના એક સારા અગ્રેજ ગૃહસ્થની યાદગીરી માટે રૂ. ૮૨૦૦] ના કાળા થયા. ફારબસ સાહેબે તે ફાળાનુ અધું વ્યાજ અમદાવાદની ગૂજરાત વર્નાકયુલર સાસાઇટીને મળે એવી તદખીર કરી. સન ૧૮૫૪ ના એપ્રિલ માસથી સાસાઇટી તરફથી બુદ્ધિપ્રકાશ પ્રકટ થવા લાગ્યું. તેવામાં અમદાવાદમાં ‘ વિદ્યા- ભ્યાસક ’ નામની સભા દર અઠવાડીએ ભરાવા લાગી અને તેમાં જુદા જુદા વિષયેા ઉપર ભાષણા થવા લાગ્યાં. આ બધી તજવીજ ગૂજરાત વર્નાકયુલર સાસાઇટી તરફથી થતી હતી. કવીશ્વર દલપતરામ તેવામાં સાદરામાં હતા ત્યાંથી તેમને ભાષણ આપવા માટે અમદાવાદ તેડાવ્યા. કવીશ્વર દલપતરામે અમદાવાદ આવી રાજકુમારાને ભણાવવાના વિષય ઉપર રાજવિદ્યાભ્યાસ નામનું કવિતામાં ભાષણ કર્યું. તે ભાષણ સાંભળનારા જાણી શકયા હતા કે, કવીશ્વર દલપતરામને દેશના હિત માટે કેવી લાગણી હતી અને દેશનુ હિત વિદ્યાદ્વારા થવાની તે કેટલી બધી આશા રાખતા હતા ! સાસાઇટીનું બુદ્ધિપ્રકાશ, અને સુરતનુ સુરત સમાચાર, એમને હૈયે હતુ અને તેમાં તેઓ સલાહ અને મદ હંમેશાં આપતા; ‘હુન્નરખાનની ચઢાઇ’ અને ‘સંપ લક્ષ્મીસવાદ’ નામનાં એ ભાષણા તેમણે કવિતામાં આપ્યાં. એમણે લેાકની અને દેશનો ઉન્નત માટે જે નિશ્ચયે કરેલા તે તેમનાં ભાષણા દ્વારા બહાર આવવા લાગ્યા. સ્ત્રીપુરૂષનો કેળવણીને ફેલાવા કરવા, પુસ્તકા અને વર્તમાન પત્રો પ્રકટ કરાવવાં, રાજકુમારાને પણ સારૂ શિક્ષણ આપવું, સપની અને રાલ્ગુણાની કિંમત લાઢ્ઢાને સમજાવવી, સ્વદેશમાં હુન્નર વધે અને સ્વદેશી વસ્તુ વાપરવાને લાકા ચહાય એવા ઉપાય કરવા, એ બધુ દેશને હિતકારક છે અને એથી જ દેશની ચઢતી થઇ શકશે, એવા તેમના મત હતા; અને તે મત વાસ્તવિક હતા એમ અત્યારે પણ લેાકા માને છે. એ પેાતાને વાસ્તવિક મત જ તેએ ગૂજરાતમાં ઠેકાણે ઠેકાણે ભાષણ દ્વારા પ્રકટ કરતા હતા અને લોકોના મન ઉપર સાવના હતા. © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ