પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
દાનવીર કાર્નેગી



હવેથી એ. કા. (એ. સી. એન્ડ્રુ એઝુ’ કીર્તિપ્રદ નહેાતુ. કાર્નેગી ) ની સહીએ થશે, એ મારે માટે મને પિટ્સબર્ગ વિભાગના સુપરિન્ટેન્ડન્ટ નિમવાનેા હુકમ ઇ.સ. ૧૮૫૯ નાડીસેમ્બરની ૧ લી તારીખે નીકળ્યા, એટલે કુટુંબને ત્યાં ખસેડવાની અમે તૈયારીએ કરવા માંડી. પિટ્સબર્ગ પાછા જવાનું સાંભળી સને અત્યંત હ થયા; કેમકે એક રીતે જોતાં જો કે આલ્ટુનામાં રહેવાની અનુકૂળતા વધારે હતી–અમારૂં મકાન પરાવિભાગમાં આવેલું હતું, વિસ્તારમાં વિશાળ હતું અને આસપાસ વિશાળ ચગાન હતું–છતાં ગંદા, ભરેલા પિટ્સબ’માં જૂના ધરેાખાવાળા લેાકાની વચમાં જઇ રહેવાથી થતા લાભ આગળ એ અનુકૂળતાએ કશા હિસાબમાં નહેાતી. આલ્યુનાના વસવાટ- દરમિયાન મારા ભાઇ ટામ તારનું કામ શીખી ગયા હતા, તેને મેં મારા સેક્રેટરીતરીકે સાથે લઇ લીધે. સાધારણ રીતે ધુમાડાથી મારી નિમણુંક પછીને શિયાળા આગળના તમામ શિયાળા કરતાં વિશેષ સખ્ત હતા. રેલ્વેની સડકા નાખવામાં આવેલી તે ખામીભરેલી હતી; અને સરસામાન પણ કામના જે જો વધતા જતા હતા, તેને પહોંચી વળે એટલે પુરતા જથામાં નહેાતા; અને હતા તે પણ સારૂ કામ આપે એવા નહેાતે. રેલા પથ્થરના મેાટા સલેપાટ ઉપર ગાઢવતા અને તેને સજ્જડ રાખવા માટે જે લાટાની ઘેાડીએ વપરાતી તે ખીડની બનાવતા. એક રાતમાં આવી ૪૭ ઘોડીએ તૂટી ગઈ હતી. આવા સજોગામાં ઠેકઠેકાણે પાટા ખસી જતા અને વ્યવહારમાં ડખલ થતી. જાતે જઇ આવી અડચણા દૂર કરવી અને રાતે તારથી ગાડીએ ચલાવવી એ વિભાગી સુપરિન્ટેન્ડન્ટનું કામ ગણાતુ. એક વખત મારે આવાં કામમાટે લાગલાગઢ આઠ દિવસ સુધી બહાર રહેવું પડ્યું હતું. એક રીતે જોતાં હું અત્યંત વિવેકહીન અધિકારી હતા; કેમકે જવાબદારીનીલાગણી- થી પ્રેરાઇને જેવી રીતે હું જાતે થાકને ગણુતા નહિ અને પુષ્કળ કામ કર્યા કરતા, તેવી રીતે માણસા પાસેથી પણ હું ગજાઉપરાંતનું કામ લેતે અને મનુષ્યની શ્રમ સહન કરવાની શક્તિના ખ્યાલ રાખતે નહિ. હું ગમે તે વખતે ઉંધ લઇ શકતા, કામમાંથી અડધા અડધા કલાકના ગાળા કાઢી લઇને ગમે તેવા ગદા ભારખાનાના ડબામાં હું ઉંઘી લેતે. આંતવિગ્રહને લીધે પેન્સિલ્વેનિયા રેલ્વે લાઇન ઉપર કામને એટલે બધા અસાધારણ ખેાળે પડયા કે મારે રાતે કામ કરનારા વધારે માણસા રાખી લેવા પડયા હતા; છતાં રાત્રે કામ કરનાર અધિકારીને રાત્રે ગાડીએ છેડવાના હુકમ આપવાની સત્તા આપવાની બાબતમાં મારા ઉપરી અમલદારાની Pelagertal