પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૭
પૂલો બાંધવાની પ્રવૃત્તિ



એ ઈંગ્લાંડના એક ઉમરાવના ઠાઠમાઠથી રહેતા હતા. મેટા જાગીરદારની માફક તેમનું ભવ્ય મકાન સેકડા એકરના વિસ્તારવાળા સુંદર ચેાગાનની વચમાં આવી રહેલું હતું. તેમાં બગીચાના જેવા સુંદર રસ્તા કાઢેલા હતા; ધેાડાસરમાં સુંદર કેળવાયલા ઘેાડા હારબંધ ઉભા રહેલા હતા અને દૂધાળાં જાનવર, ઘેટાં, કૂતરાં વગેરે અસંખ્ય પાળેલાં જાનવર ચાતક નજરે પડતાં હતાં. પાછળથી એમણે પેાતાના કારખાનામાં પેાલાદની રૅલા બનાવવાના ચાક્કસ નિશ્ચય કર્યો હતા. અને ઇંસ્મરના પેટટના વાપર કરવાના પરવાનેા મેળવવાની તજવીજ કરવા માંડી હતી. અમારે માટે આ એક મેટી વિચારવા જેવી વાત હતી. બાલ્ટિમેાર અને એહિયા રેલ્વે કંપની અમારૂં એક ભારે ધરાક હતું અને તેથી સ્વાભાવિક રીતેજ કમ્બરફન્ડ ખાતે પેાલાદની રેલેા બનાવવાનું કારખાનું ઉભું થતું અટકાવવા અમે બહુ ઇંતેજાર હતા. આ સાહસમાં પડવાથી એ કંપનીને તો નુકસાનીમાં ઉતરવાનુંજ થવાનું હતુ; કેમકે મારી ખાત્રી હતી કે, એમને રેલાને જે થાડા જથા જોઇએ, તે પેત તયાર કરી લેવાથી જે ભાવ પડે, તે કરતાં અમારી પાસેથી ખરીદી લેવાથી તેમને સસ્તા પડે એમ હતું. આ આબતના સંબંધમાં વાતચીત કરવામાટે હું મિ. ગેરેટની પાસે ગયા. પુર- દેશના વધતા જતા વેપારને તથા બાલ્ટિમેારમાં બંદર કરી પડેલી સ્ટીમરાની હારાની હારા જોઇને એ બહુ ખુશખુશ થઇ ગયા હતા. પોતાની આપીસના કેટલાક માણસાને સાથે લઇને એ મને અંદર ઉપર તેડી ગયા અને જે પુરાના વિસ્તારમાં વધારા કરવાના વિચાર ચાલતેા હતા તે મને બતાવ્યા; અને પછી પરદેશેા ખાતેથી આવેલેા માલ સ્ટીમરેામાંથી ખદરા ઉપર ઉતારી નાખી રેલ્વેના ખામાં ચઢાવવામાં આવતા હતા, તે જોઇ મારા તરફ ફરીને તેમણે કહ્યું:- મિ. કાર્નેગી! અમારી જગી રેલ્વે મારફતે કેટલા બધા ધમધેાકાર વેપાર ચાલી રહ્યો છે, તેને ખ્યાલ હવે તમને આવવા લાગ્યા હરો. તેમજ તેને લીધે, પેાલા- દની રેલેા સુદ્ધાંત અમારે જોઈતી દરેકે દરેક ચીજ અમારે જાતે બનાવી લેવાની કેટલી અગત્ય છે, તે પણ તમને સમજાયું હશે. અમારા વાપરની મુખ્ય મુખ્ય ચીજોને માટે પારકાના ઉપર આધાર રાખી બેસી રહેવાનુ અમને પાલવે એમ નથી. અમે અમારી આગવી દુનિયા જમાવશું.” મેં કહ્યું:–“ મિ. ગૅરેટ ! આ બધું દબદબાભરેલું છે, એ વાત ખરી છે; પણ તમારી ‘જંગી રેલ્વે' જોઇને હું અજાઇ જતા નથી. તમારા છેલ્લા વાર્ષિક રીપોર્ટ ઉપરથી મારા વાંચવામાં આવ્યુ છે કે લોકેાના માલ રવાના કરી આપવા બદલ તમને ગઈ સાલ ચૌદ કરોડ ડીલર મળ્યા છે. જે કંપની- ખેાદી કઢાવી એ મારી કાબુ નીચે છે, તેમણે ટેકરીઓમાંથી કાચી ધાતુએ Gandhi Portal