પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૨
દાનવીર કાર્નેગી



વિગાન ખાતે તેડી જનાર અને તેને કાલસાની ખાણાના કચરાને ધાવાની અને બાળાને સાફ કરવાની રીત શીખવનાર તેજ હતા. મિ. કાર્લ્સેન અમને હમેશાં કહેતા કે, ખાણામાંથી નીકળતા જે કચરાને આપણે ફેંકી દઇએ છીએ અને જેને ફેંકી દેવા માટે આપણને ખ કરવું પડે છે, તે કચરાને જો કાઇ રીતે ઉપયાગમાં લઇ શકાય તે કેટલેા બધા લાભ થાય ! અમારા પિત્રાઇ ભાઇ ૐાડ મિકેનીકલ એન્જીનીઅર હતા અને તેણે લાડ કાલ્વનના હાથનીચે ગ્લાસ્ગા યુનિવર્સિટીમાં શિક્ષણ લીધુ હતું. તેણે પણ જ્યારે મિ. કાલ્ગ- નના કહેવાને ટકા આપ્યા, ત્યારે મેં ઇ. સ. ૧૮૭૧ના ડિસેમ્બર માસમાં પેન્સિલ્વેનિયા રેલ્વે કંપનીની સડકની બાજુમાં એ કામ માટેનાં કારખાનાં ખેાલવા માટે નાણાં ધીરવાનું કબૂલ કર્યું. કાલસાની કંપનીઓના કચરા ખરીદી લેવાના દશ વરસના કબાલા કરી લેવામાં આવ્યા અને તે કચરાને કારખાનાં આગળ પહોંચાડી આપવાના રેલ્વે કંપનીએ સાથે પણ તેટલી મુદતના કબાલા કરવામાં આવ્યા. પછી મિ. લાડરે કાલસા ધાવાનું અમેરિકાનું પહેલવહેલુ કારખાનું બંધાવ્યું અને તેના કામકાજ ઉપર ઘણાં વર્ષ સુધી દેખરેખ રાખી તેને કતેહમદ બનાવ્યું (એ જે જે પ્રવૃત્તિઓમાં પડતા, તે સઘળી ફતેહ- મદજ ઉતરતી) અને તેની પાછળ થયેલુ ખ ઘેાડી મુદતમાં વસુલ કરી આપ્યું. એ ોઇ મારા ભાગીદારાએ આ કારખાનાને પાછળથી પેાતાની પેઢીમાં ભેળવી દીધું. કાલસાના કચરાને સાફ કરવાના ચુલાની સંખ્યામાં વખતેાવખત વધારા કરતાં, આજે એમની સંખ્યા પાંચસેની થઈ છે અને તેમાં દરાજ ૧૫૦૦ ટન કાલસા ધાવાય છે. હું જ્યારે જ્યારે લારિમરના સ્ટેશને થઇ આ ચુલાએ પાસે થઇ પસાર થાઉં છું,ત્યારે ત્યારે મારા મનમાં એવા વિચાર આવે છે, કે જ્યાં પ્રથમ ઘાસને એક છેડ ઉગતા, ત્યાં એ ઉગી શકે એવી યુક્તિની શોધ જે માણસાએ કરી તે માણસાને જનસમાજના ઉપકારક ગણવામાં આવે છે; તેા પછી જે પદાર્થને અગાઉ નકામા ગણી ફેંકી દેવામાં આવતા, તેમાંથી જે માણસા ઉંચીજાતના કાયલા બનાવે છે તેમને પણ જનસમાજના ઉપકારક કેમ નહિ ગણવા જોઇએ ? નકામી ચીજમાંથી કંઇક અંશે પણ ઉપયાગી ચીજ બના- વવી, એ કાર્ય પ્રશંસાપાત્ર છે. અમેરિકામાં એ કાર્ય પહેલવહેલું કરનાર પેઢીને પણ ધન્યવાદ ઘટે છે! ડલાઈનવાળા મારા મેાળાઈભાઇ મેરિસનનેા છેાકરા પણ અમારે એક બાહેાશ ભાગીદાર હતા. એક દિવસ હું કારખાનામાં ફરતા હતા, ત્યારે સુપરિન્ટેન્ડન્ટે મને પૂછ્યું કે આપણા કારખાનામાં તમારા એક સગેા છે