પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
મુખ્ય મથકતરીકે ન્યુયોર્ક



હતા. પાયા, ચણતરકામ અને ઉપરનું બાંધકામ તમામ કરી આપવાનું અમે માથે લીધું હતું; અને કિંમતને પેટે કંપનીની લેાન અથવા આન્ડ તથા શૅર લેવાનું અમે કબૂલ કર્યું. હતુ. આ પ્રવૃત્તિ આર્થિક બાજુ બાદ કરતાં બીજી બધી રીતે ફતેહમદ ઉતરી હતી. કાઇ ભડકાટને લીધે પુલની સાથે સબંધ ધરાવનારી રેલ્વે કંપનીઓએ દેવાળાં કાઢ્યાં, તેથી તેઓ મુકરર કરેલી રકમે ભરી શકી નહિ. હરીફ રેલ્વે કપનીઓએ મિસિસિપિ ઉપર અલિંગ્ટન આગળ ખીજો પૂલ નાખ્યા. જે સુંદર નફાની અમે આશા રાખી હતી તે સઘળે ચુઇ ગયા; પણ અમારે ખાટ ભાગવવી પડી નહોતી. આ કામને અંગે મારે વખતેવખત કીયેાકક જવું પડતું; અને ત્યાં મારે જનરલ રીડ, મિ. લેટન અને તેમની પત્ની તથા બીજા સારા માણસાનું એળખાણ થયું. જનરલ રીડે અમારા માનમાં એક વખત મેળાવડા કર્યો હતા, તેમાં ઈંગ્લાંડના કાઇપણ શહેરને દીપાવે એવી શિષ્ટ મંડળી ભેગી થઇ હતી. પરાણાએ પૈકીના કેટલાક માણસોએ લડાઇમાં નામના મેળવી હતી અને રાષ્ટ્રીય સમિતિએમાં સારા હાદ્દા ભાગવ્યા હતા. કીયેાકક આગળને પૂલ બાંધવામાં મારી જે આબરૂ બધાઈ હતી, તેને લીધે જે લેાકાએ મિસિસપિ નદી ઉપર સેન્ટ લૂઇ આગળ પૂલ બાંધવાની ચેાજના તૈયાર કરી હતી, તેમણે પણ એ કામ મનેજ સાંપ્યુ. આ બાબતને ઉલ્લેખ આગળ કરવામાં આવ્યા છે. એ યાજનાના વ્યવસ્થાપક મિ. મેકર્સને ઇ. સ. ૧૮૬૯ માં એક દિવસ મારી પાસે આવી મને કહ્યું કે, આ પૂલ આંધવા માટે ભેખતાં નાણાં ઊભાં કરવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ; અને પૂર્વની કેટલીક રેલ્વે કપનીએને એ યાજનામાં સામેલ થવાનું તમે સમજાવી શકે! તે ઘણુ સારૂં. તેમણે તયાર કરેલી યાજના બરાબર તપાસી જોયા બાદ મેં કાન આયર્ન વકર્સ તરફથી એ પુલ બાંધી આપવાનેા કટ્રાકટ રાખ્યા. વધારામાં એ પૂલ બાંધનારી કંપનીએ કાઢેલી લોનનાં ચાળીસ લાખ ડૉલરની કિંમતનાં બાન્ડ અમુક ભાવે ખરીદવાના મતે હક મળ્યા; તેથી એ સાલના માર્ચ માસમાં એ બાન્ડ વેચવા માટે હું લંડન જવા ઉપડી ગયેા. મુસાફરીદરમિયાન મેં એક વિજ્ઞાનપત્ર ( પ્રાસ્પેકટસ ) તૈયાર કર્યું અને લંડન પહોંચતાં તે છપાવી કાઢયું. લંડનની પહેલી મુલાકાત વખતે જીનિયસ એસ. માર્ગીન નામના એક મેટા શરાનું મને એળખાણ થયું હતું, તેની પાસે જઇ મેં તેને બધી હકીકતની સમજણ પાડી. વિજ્ઞાનપત્રની એક નકલ તેને આપી હું મારા મુકામ ઉપર ગયા અને સવારમાં જ્યારે ફરીથી હું તેની પાસે ગયા, ત્યારે એણે એ સાદા પેાતાને પસંદ પડયાનું જણાવ્યું. આ ઉપરથી Gandhi Heritage Heritage Portal