પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭
મુખ્ય મથકતરીકે ન્યુયોર્ક



તરત સમજી જતા; અને એક પાકા તારાની માફક જ્યાં પ્રવાહનું તાણ સૌથી વધારે ોસબધ હાય, એવી વચલી લ્હીમાંજ તે તરતેા. મારી માફક એ પણ તરતજ સમજી ગયા હતા કે અમેરિકા ખંડમાં ઉંધવાની સગવડવાળા રેલ્વેના ડખાની ખાસ આવશ્યકતા છે; તેથી તેણે ચિકાગેામાં તેવા ડખા બાંધવાનું શરૂ કરી ત્યાં આગળ એકત્રિત થતી રેલ્વે કંપની પાસેથી કંટ્રાકટ લેવા માંડયા. આવા ડબા બનાવવાને ખાસ હક સેન્ટ્રલ ટ્રાન્સ્પોર્ટશન કંપનીએ મેળવ્યા હતા. મારે। પણ તેમાં હિસ્સા હતા, તેમ એવા ડબાનું મૂળ પેટન્ટ મેળવનાર મિ. વુડરાફ પણ એ કંપનીના ઘણા શેર ધરાવતા હતા. એટલે જો અમે પુલ- મૅન સામે નુકસાનીને દાવા માંડ્યા હાત, તે અમારા લાભમાં હુકમનામું થયા વગર રહેત નહિ; પણ અમારી કંપની ડેખાની વધતી જતી માગણીને પહેાંચી વળવા અશક્ત હતી અને પુલમૅન અતિશય ચાલાક તેમ બાહેાશ હાવાથી ઝડપ- થી કામ કરી શકતે એટલે, તેની સાથે દાવા લઢવામાં થાડાં વર્ષો નીકળી જાત, તે દરમિયાનમાં તો એ પૂરેપૂરા જામી જાત. આથી કરીને અગાઉ હુ જેમ યુનિયન સિફ્રિકના કંટ્રાકટના સંબંધમાં તેની સાથે મળી ગયા હતા, તેમ અત્યારે પણ તેની સાથે સંપીને કામ કરવામાં આપણું હિત રહેલું છે, એમ મે કંપતીના વ્યવસ્થાપકેાને સમજાવ્યું; પણ કંપનીના કેટલાક મેમ્બરે અને પુલમૅનવચ્ચેને સંબંધ સારા-સંતાષકારક નહેાતા અને મારે અન્ને પક્ષની સાથે સારા સંબંધ હતા; તેથી મધ્યસ્થતરીકે સારીમારફતે સરસદેશા ચલા- વવાનું નક્કી કરવામાં આવ્યું. છેવટે અમે એમ નક્કી કર્યું કે, સેન્ટ્રલ ટ્રાન્સ- પાર્ટશન કંપનીને પુલમૅનની કંપનીમાં ભેળવી દેવી. એ રીતે મિ. પુલમૅનને પશ્ચિમની રેલ્વેએ ઉપરાંત આટલાંટિક મહાસાગરના કાંઠા સુધી પહોંચેલી પેન્સિ- નિયા રેલ્વે કંપનીમાટે એવા ડબા બાંધી આપવાના હક પણ મળ્યા. મિ. પુલમૅન એક બાહેાશ ધંધાદારી પુરુષ હતા. પ્રત્યેક માણસની માફક મિ. પુલમૅનને પણ મુશ્કેલીએ અને નિરાશાઓ અનુભવવી પડતી હતી; અને દરેક વખત તે પોતાના કાર્યોમાં ફાવીજ જતા, એમ કંઇ બનતું નહિ. કેાઈ હમેશાં ફાવી જતું નથી, છતાં એટલું તે ચાસ છે કે એ તમામ મુશીબાને ધૈર્યથી એળગી જતા. એક વખત અમે જ્યારે એકબીજાની વીતક વાત કહી સંભળાવતા હતા, ત્યારે એણે કહેલું કે નીચેની વાતમાંથી મને હમેશાં આશ્વાસન મળતુ:–“ માણસજાત જેટલી જાતનાં સંકટ- ને પાત્ર છે, એટલાં બધાં એક ડેાસાના ઉપર વીતી ચૂકયાં હતાં; અને એ બદલ એના પડાશીઓ જ્યારે એની દયા ખાતા, ત્યારે એ કહેતા –‘હા, મારા મિત્રા! તમે કહેા છે, એ બધું ખરૂં છે. મારું જીવન મુશીબતોથી ભરપૂર છે, Gandhi Heritage Portal