પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૨
દાનવીર કાર્નેગી



નિશ્ચય કરી રાખ્યા હતા કે વધારે મુડી ભેગી કરીને અમારાજ ધંધામાં જમે રાખવી;તેથી ગમે તેવેા સમય આવે,તે પણ આવા ઉજાગરા કરીથી કરવા ન પડે. મારી જાતને માટે ખેલું તે આ બારીક સમયદરમિયાન મારા બધા ભાગીદારાપૈકી હું એકલા સૌથી વધારે વ્યાકુળ અને વિહ્વળ રહેતેા. સયમ જાળવતાં મને બહુ મહેનત પડતી; પણ જ્યારે અમારી આર્થિક સ્થિતિ સહર હેાવાની મારી ખાત્રી થઈ, ત્યારે હું એક તત્ત્વજ્ઞાનીના જેવા સ્વસ્થ અને શાંત થયેા; અને જરૂર પડે તે જે જે એક સાથે અમારે સબંધ હતા,તેમના ડાય- રેકટરા આગળ હાજર થઇ અમારી ખરી સ્થિતિને ચિતાર તેમને આપવા તત્પર હતા. મારી ખાત્રી હતી તેથી અમારી આબરૂને જરાપણ ખટ્ટો લાગે એમ હતું નાહ. અમારા કાઇપણ ભાગીદાર ઉડાઉપણે રહેતા નહેાતા; ઉલટું અમે સઘળા અત્યંત સાદું જીવન ગાળતા હતા. કાઇએ ભવ્ય મકાન આંધવા માટે પેઢીમાંથી પૈસા ઉપાડ્યા નહેાતા, તેમ કેાઇએ બીજા ધંધામાં પૈસા રાયા નહેાતા; અને સટ્ટાને તે કાઇને પવનજ લાગ્યા નહેાતેા. વળી અમે બીજા કેાઇની સાથે સામેલ રહી જવાબદારી માથે વહેારી નહાતી; અને અમારા ધંધા સારી રીતે જામેલે અને આબાદ હાઇ અમે દર સાલ સારી કમાણી કરતા હતા. આથી કરીને મારા ભાગીદારેાના મનમાં જે ધાસ્તી રહેતી, તેને હું હસી કાઢતા; પણ અમારાં સરવૈયાં કાઇને બતાવવાનેા પ્રસગજ ન આવ્યા, તેથી સૌથી વિશેષ આનદ તે! મનેજ થયા હતા. અમારા સાચે મિત્ર મિ. કામૅન સહર આસામી હતા. તેણે પણ જરૂર પડે તે અમારા દેવાની જવાબ- દારી પેાતાને માથે વહેારી લેવાની તત્પરતા બતાવી હતી. આ લાભ અમને એકલાનેજ મળ્યા હતેા, બીજા કૈાઇને ખાતર એવુ જોખમ ખેડવા તે તૈયાર ન- હાતેા. આ લખતી વખતે એ મારી દિષ્ટ આગળ ખડા થઈ જાય છે. એનું સ્વદેશાભિમાન અમર્યાદ હતું. સધળી મીલે ચેાથી જુલાઇએ બંધ રાખવામાં આવતી; પણ એક વખત એ તારીખે એ જ્યારે મીલમાં ગયા, ત્યારે કેટલાક માણસા આઈલ દુરસ્ત કરતા તેના દી!ામાં આવ્યા અને એ સબંધને જરને ખુલાસા સાંભળીને ઘુરકી ઉઠયા– આઈલર રીપેર કરવા માટે જો એ એટલા વિવારેા છતાં, ચેાથી જુલાઇએ કામ કરવાનું કેવું ? ” તેને મિજાજ કામુમાં ન રહ્યો અને તેણે એકદમ કામ બંધ રખાવ્યું. મેને- ૧૮૭૩ ના વટાળીઆમાં જે વખતે અમે સપડાયા, તે વખતે અમે એક દમ ચેામેરથી શઢ સકેલી લેવા માંડયા. પેાલાદ અનાવવાનું કારખાનું આંધવાનુ કામ અમે મેાટી નાખુશીથી ઘેાડી મુદતમાટે અટકાવ્યું. એ ધંધામાં જેમણે પેાતાનાં નાણાં રાકયાં હતાં, એવા ઘણા પ્રતિષ્ઠિત પુરુષા હપ્તાસર નાણાં