પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૫
ઘોડાગાડીની સફર અને લગ્ન



રાજ મળસ્કે જગાડવા તથા જમતી વખતે વિનેાદ કરાવવા માટે એક શરણાઈ- વાળાને રાખી લેવાની મરજી બતાવી. એ જોકે સર્વાંશે અમેરિકન હતી, છતાં કહેતી કે, જો મને કાઇ એકાંત ભેટ ઉપર દિવસ નિર્ગમન કરવાની શિક્ષા કર- વામાં આવે અને એકજ વાદ્ય પસંદ કરી લેવાની છૂટ આપવામાં આવે તે હું શરણાઇમેજ પસંદ કરૂં. મેં તરતજ એક શરણાઇવાળાને રાખી લીધો. અમે કિલ્ચાસ્ટનવાળા મકાનમાં રહેવા ગયાં, ત્યારે અમે શરણાઇએ વગડા- વતાં ગયાં હતાં. કિલ્ઝાસ્ટનમાં અમને બહુ મઝા પડી. મૅથ્યુ આર્નોલ્ડ, મિસ્ટર અને મિસિસ બ્લેઇન, સિનેટર હેલ અને એમની પત્ની તથા બીજા અનેક મિત્રે ત્યાં અમને મળવા માટે આવી ગયાં હતાં. મારી પત્નીએ આગ્રહ કરી ડલાઇનથી મારાં તમામ સગાંને અને ખાસ કરીને મારા વૃદ્ધ કાકા અને કાકીએને ત્યાં તેડાવ્યાં હતાં. બધાંને એ બહુ વહાલી લાગતી. એણે મને પરણવાનું કબૂલ કર્યું એ બદલ સઘળાં તાજીખી દેખાડતાં હતાં; પણ મેજ તેમને કહી દીધું કે, મને પણ તાજીબી થઈ હતી. અમારૂં જોડું દૈવેજ નિર્માણ કરી રાખ્યું હશે, અમે જ્યારે ન્યુયાર્ક પાછાં કર્યાં, ત્યારે શરણાઇવાળાને તેમ બીજા કેટલાક ચાકરાને સાથે લીધા. અમારી પરિચારિકા મિસિસ નિકાબ હજી પણ અમારી સાથે છે અને વીસ વરસની પ્રમાણિક નાકરીને લીધે ઘરના માણસ જેવી થઇ રહી છે. અમારેા બટલર–રસાયા જાર્જ ઇર્વિન એક વરસ પાછળ આવ્યા હતા, એ તથા મેગી અન્ડર્સન નામની દાસી પણ હજી અમારી સાથેજ છે. એ સઘળાં ઉમદા ચારિત્ર્યવાળાં, ખરેખરાં વફાદાર અને અમારા ઉપર અપાર પ્રીતિવાળાં છે. ત્ર ખીજી સાલ અમે ક્લની કેસલ નામની જાગીર ખરીદી લીધી. એ જાગીર વેચવાની છે, એ વાત અમને અમારા શરણાઇવાળાએજ કહી હતી. એ ત્યાંજ જન્મી, ત્યાંજ ઉછરીને માટેા થયા હતા અને એ જાગીરની પસંદગી- માં એ વાત પણ કદાચ કેટલેક અંશે કારણભૂત થઇ હશે. અમે ઘણા ઉનાળા ત્યાં ગાળ્યા હતા. ઇ. સ. ૧૮૯૭ના માની ત્રીસમી તારીખે અમારી પુત્રીને જન્મ થયેા. મે એનું મુખ પહેલવહેલુ જોયું ત્યારે મારી પત્નીએ મને કહ્યું:- તમારી માના નામ ઉપરથી એનું નામ મા રેટ પાડવાનું છે. હવે મારે એક માગણી કરવાની છે. ‘શું છે ? લુ’ મેં કહ્યું. × જે માણસ પાતાનાં કરચાકરનાં મન અને હૃદય ન જીતી લે, તે ખરેખર સહસ્થ કહેવાય નહિ.” એન્ડ્રુ કાનેગીના માબ્લેગ્સ ઑફ ૐ” નામના પુસ્તકમાંથી