પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
દાનવીર કાર્નેગી



નાખવાની તજવીજ કરજો.’ એને એટલી બધી ઉતાવળ કરવાની અગત્ય સમજાઈ નહિ પણ પ્રસંગ મળતાં વેચી નખાશે એમ એણે જણાવ્યું. મેં કહ્યું:- નહિ હરી, મહેરબાની કરીને એ શૅર તરતજ ફટકારી મારજે.’ એણે તેમ કરી એ શૅર ખરીદનારના નામ ઉપર ચઢાવી આપ્યા. અમે ખરેખરા ભાગ્યશાળી હતા, કેમકે થાડીજ મુદતમાં એ એકે મેટી ખાટસાથે દેવાળું કાઢ્યું. મારા પિત્રાઇ ભાઇ મિ. મારિસ ખુવાર થયેલા શૅરહેાલ્ડરેા પૈકીને એક હતેા. બીજા ધણાની એવી દરા થઇ હતી. વખત ભડકાટનેા હતા અને નેશનલ ટ્રસ્ટ કંપનીના તમામ દેવામાટે અમે સધળા જાતે જવાબદાર હત તે અમારી આબરૂને મોટા ધોકા પહોંચત. અમે થાડામાંજ બચી ગયા હતા. આ ઉપરથી અમને જે ધડા મળ્યો તે અમે કદી ભૂલ્યા નહોતા. ધંધાના સંબંધમાં સગીન નિયમ એ છે કે તમારી પાસે જે છત હેાય તેા મફત પૈસા આપી દેવા, પણ તમારૂં નામ કાઈ દિવસ આપતા નહિ–લેન ઉપર કેાઇ દિવસ સહી કરી આપવી નહિ તેમ જાત-જવાબદારીવાળી કાઇ સંસ્થાના સભાસદ કે શૅરહેાલ્ડર થવું નહિ. થાડા હજાર્ ડૉલરની રકમ નજીવી જેવી જણાય છે—હા, એ નજીવી છે ખરી, પણ તેનામાં ધડાકા કરવાની જબરી શક્તિ રહેલી હાય છે. અમે માત્ર વીસજ શૅર ખરીદ્યા હતા ( અને તેની કિંમત એ હજાર ડાલર હતી ) અને તે પણ કેટલાક મિત્રાના પોતાની કંપનીના શૅરહેાલ્ડરેશનાલીસ્ટમાં અમારું નામ દેખાડવાના આગ્રહને માન આપવા ખાતર ખરીદ્યા હતા ! નજદીકના ભવિષ્યમાં લાખડનું સ્થાન પોલાદ લઇ લેશે, એ અમને સ્પષ્ટ સમજાયુ હતું. અમારા કસ્ટાન બ્રિજ વસના કારખાનામાં પણ લેખડને બદલે પેાલાદ વધારે અને વધારે પ્રમાણમાં વપરાતું હતું. લેાખડનું સામ્રાજ્ય નષ્ટ થઇ પેલાદનું સામ્રાજ્ય જામવા લાગ્યું હતું અને અમે તેના ઉપર વધારે અને વધારે આધાર રાખતા થયા હતા. ઇસ ૧૮૮૬ માં અમે એલ્ગર ચામ્સન મીલ્સના પડખામાં સઘળા આકારની પેલાદની ચીજો બનાવવાનું નવું કારખાનું ઉભું કરવાનું લગભગ નક્કી કર્યું હતું, એટલામાં અમને ભાળ મળી કે, પિટ્સબના જે મુખ્ય કાર- ખાનાવાળાઓએ એકત્ર થઇ હામસ્ટેડમાં પાલાદ બનાવવાની મીલે બાંધી હતી, તે પેાતાની એ મીલા અમને વેચાણ આપવા ખુશી છે. Gara detal એ મડળીના ભાગીદારએ પેતપોતાની મીલેા માટે જે પેાલાદ જોતું