પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨
દાનવીર કાર્નેગી



ભવિષ્યવેત્તા છે; પણ એણે તમને ખીજી જે વાત જણાવી તેમાં એની જરા ભૂલ થયેલી છે. એણે તમને કહેલું કે મારાથી લડી શકાય એમ નથી' મિ. બંનેટ સામું તાકીને જોઈ રહી, મુઠ્ઠી ઉગામીને મે કહ્યું:-હું સ્ક્રૂાચ બચ્ચા હું, એ એના ખ્યાલમાં નહિ હેાય; પણ હું તમને કહેવા માગુ છું કે, હું તમારી સાથે લડવા માગતાજ નથી. મજુરેાની સાથે લડવા બેસું એવા હું મૂર્ખ નથી. હું લડવાનેા નથી; પણ બેસી રહેવામાં હું ગમે તેને હંફાવી શકું એમ છું; અને મે ખેસી રહેવાના નિશ્ચય કર્યો છે. જ્યાંસુધી મજુરા ખેતૃતીયાંશ વધુ- મતીથી કારખાનું ચાલુ કરવાને ઠરાવ પસાર નહિ કરે, ત્યાંસુધી કારખાનું ચાલુ થશે નહિ; અને તે વખતે પણુ, મેં તમને સવારે જણાવ્યું છે તેમ અમે મુકરર કરેલા ચઢઉતરના દરના ધેારણેજ ચાલુ થશે. મારે હવે ખીજું કાંઇ કહેવાનું નથી.’’ એ લેાકા વેરાઇ ગયા. ત્યારબાદ આશરે એ અવાડીઆં પછી ન્યુયાર્કમાં હું મારી લાઈબ્રેરીમાં બેઠા હતા, ત્યાં મારા એક તાકરે એક ચીટ્ટી, મારા હાથમાં મૂકી. તેના ઉપર એક પાદરીનું અને જે અમારા મજુરેાનાં નામ હતાં. મજુરા- એ એમ જણાવ્યું હતું કે, અમે પિટ્સબર્ગ થી આવ્યા છીએ અને તમને મળવા માગીએ છીએ. મેં મારા નેકરને કહ્યું:--‘તું એમને જઇ પૂછી આવ કે એમાંને કાઇ જે મજુરાએ કરાવિરુદ્ધ વર્તી અમારી ભઠ્ઠીઓ બંધ કરી હતી તે પૈકીનેા છે ?’ કરે આવી ના તે જવાબ આપ્યા એટલે મેં કહ્યું:- એમ છે. તે નીચે જઇ તેમને કહે કે તમે ઉપર આવશે, તે। હું ધણા ખુશી થઇશ.’ અલબત્ત, મેં તેમને સાચા આદરસહિત સત્કાર કર્યો. પછી અમે બેસી થાડેા વખત ન્યુયાર્ક વિષે વાતા કરી; કેમકે એ ન્યુયાર્કમાં પહેલવહેલાજ આવ્યા હતા. આખરે પાદરીએ કહ્યું:-“મિ. કાર્નેગી! અમે ખરી રીતે તે કારખાનાની ઉપાધિના સંબંધમાં વાત કરવા આવ્યા છીએ. ’’ મેં કહ્યું:-એમકે ! મજુરાએ ઠરાવ પસાર કર્યો છે?’ તેણે કહ્યું:-ના' એટલે મેં ઉમેર્યુ :– ત્યારે તે। મહેરબાની કરીને એ વાત છેડશે નહિ. મેં કહી દીધેલું છે કે, જ્યાંસુધી એ લેાકા ખેતૃતીયાંશ વધુ- મતીથી કારખાનું ચાલુ કરવાના ઠરાવ પસાર કરે નહિ, ત્યાંસુધી એ વાતની ચર્ચામાં હું નહિ ઉતરૂં. ગૃહસ્થા! તમે ન્યુયૅાક કદી જોયુ નથી. ચાલે, હુ તમને બાગ વગેરે બતાવું અને આપણે દેઢ વાગ્યે પાછા આવી નાસ્તા લઈશું.’ અમે તેમ કર્યું અને તે દરમિયાન જે વિષય ઉપર વાત કરવાની તેમની ખાસ ઈંતેારી હતી, તે સિવાયની તમામ વાતા કરી. અમારા વખત સારી Ganan Heritage Fortal