પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૧
કેળવણી અને પેન્શનને લગતાં ફ્ંડ



પ્રકારના સુધારાને માર્ગે ચઢાવવામાં મદદ કરી છે, તેની આગળ આપણે આપણું શિર ઝુકાવવુ જોઇએ. ટસ્કેગી ઇન્સ્ટિટયુટને મેં સાઠ લાખ ડોલરની મદદ કરી, ત્યારપછી ઘેાડે દિવસે વાશિગ્ટને મારી મુલાકાત લઇ મને જણાવ્યું કે, મારે એક સૂચના કરવાની છે. મે' તે સાંભળવા મેટી ખુશીથી હા પાડતાં તેણે કહ્યું: “ બક્ષીસપત્રમાં તમે એમ જણાવ્યું કે મારી તથા મારી પત્નીની હયાતીસુધી અમારા ભરણપોષણ માટે એ ફંડમાંથી અમુક રકમ અલગ રાખવી અને તેને માટે અમે તમારા ઉપકાર માનીએ છીએ; પણ એ રકમ અમારી જરૂરીઆત કરતાં ઘણીજ વધારે છે અને મારી જાતના લોકે! એમ માનશે કે, હું તવંગર થઇ ગયા છું. પૈસેા બચાવવાની કંઇપણ પરવા કર્યા વગર હું મારી જાતની સેવા કરી રહ્યો છું, પણ હવેથી કેટલાક એમ ધારશે કે હુ તેવા નિઃસ્વાર્થપણે સેવા કરનારા નિન પુરુષ રહ્યો નથી; માટે એ કલમમાં ફેરફાર કરી રકમને આંકડા છેકી નાખી, ‘માત્ર જરૂર જેટલી જોગવાઇ ’ એવા શબ્દો દાખલ કરવામાં તમને કાંઇ અડચણ છે? ટ્રસ્ટીઓ વિશ્વાસ છે. મારી અને મારી પત્નીની જરૂરીઆતા બહુજ ઘેાડી છે. ' ઉપર મને મે તે પ્રમાણેના ફેરફાર કરી આપ્યા; પણ જ્યારે મિ. લાવિને મારા લખેલા અસલ કાગળ પાછે! માગી લઈ તેને બદલે સુધારેલા કાગળ આપવાની ઈચ્છા દર્શાવી, ત્યારે તેમણે અસલ કાગળ પાછા આપવા ના પાડી, એ કાગળ તે સધરી રાખી પાછળની સતતીને વારસામાં સાંપવા માટે એમણે પેાતાની પાસેજ રાખ્યા; અને ફાઇલ ઉપર સુધારેલા કાગળ રખાવ્યેા. આ પ્રસંગ એના ઉચ્ચ ચારિત્ર્યનું દિગ્દર્શન કરાવે છે. એના જેવા સાચા દીલના અને સ્વાત્યાગી વીરપુરુષ બીજો ભાગ્યેજ મળી આવશે. સઘળા સદ્ગુણ એનામાં એકત્ર થયા હતા. આવા શુદ્ધ અને પવિત્ર આત્માના પીછાણુમાત્રથી માણસ સુધરે છે. જો આપણને એમ પૂછવામાં આવે કે આપણા જમાનાને અગર તે ભૂતકાળને કયા પુરુષ છેક અધમ સ્થિતિમાંથી સર્વોત્તમ સ્થિતિએ પહોંચ્યા છે; તે મુકર વાશિગ્ટનનું જ નામ આપી શકાય. એ ગુલામગીરીની દશામાંથી મુકત થઇ એની કામને નેતા થયા હતા. અર્વાં- ચીન મેઝીઝ અને જેથ્યુઆ અન્નેનુ કાર્ય એણે એકલાએ કર્યું હતું. એણે પેાતાની કામને સુધારાના તેમ ઉન્નતિના બન્ને માર્ગ ઉપર ચઢાવી છે. આ સ'સ્થાએને અંગે હું તેમના અધિકારીઓ અને ટ્રસ્ટીએના પરિ- ચયમાં આવવા પામ્યા. હૅમ્પટનના પ્રિન્સિપાલ હાલિસ બી. ક્રીસલ, રાખ સી. એગ્ટન, જ્યોર્જ ઑાસ્ટર પીખેાડી; વી. એવેરિટ મૅસી, જ્યા અને વિલિયમ ઍચ. ઍલ્ડિવન. એ બધા બીજાના કલ્યાણમાટે પ્રયાસ કરી સૂકઍનેની