પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૭
સુલેહમંદિર અને પીટનક્રીફ



તરીકે હું એમને પૂજતા હતા. શરૂઆતમાં લેાકા એમને ઉદ્દત અને ઉથલ- પાથલ કરાવનારા વિચારા ધરાવનારા રૅડીકલતરીકે વખાડી કાઢતા હતા; પણ પ્રા આખરે એમના મતને સંમત થઇ ત્યાંસુધી એમણે ખંતથી કામ કર્યો કર્યાં. એ હમેશાં સુલેહને ચહાતા હતા અને એમનું ચાલુ હાત, તા એ ક્રિમિયાના વિગ્રહમાં ઈંગ્લાંડને ભળવા દેત નહિ. લાડ સાલ્ઝબરીએ પાછળથી કબૂલ કર્યું હતું તેમ ઈંગ્લાંડે આ વિગ્રહમાં ખાટા પક્ષને મદદ કરી હતી. પાર્લામૅન્ટના મકાનમાં બ્રાઈટનુ જે કંગાળ પુતળુ અગાઉ મૂકવામાં આવ્યુ હતું, તેને ખસેડી તેની જગ્યાએ સારૂં બાવલું મૂકવાની એમના કુટુંબે મને પરવાનગી આપી, એ મારા ઉપર મેટા અનુગ્રહ કર્યો એમ હું માનું છું. ઈંગ્લાંડની મારી શરૂઆતની મુલાકાત દરમિયાન ગ્રેટબ્રિટનની પીસ સાસાઇટી( વિગ્રહ નાખુદ કરી દુનિયામાં સુલેહ જાળવી રાખવાને પ્રયાસ કરનારી મંડળી )માં હું રસ લેતે થયા હતા, અને તેની ઘણી બેઠકામાં મે ભાગ લીધેા હતા; અને પાછળથી મજુરપક્ષના પ્રતિનિધિ મિ.મરે સ્થાપેલા પાર્લાર્મેન્ટરી યુનિયનમાં પણ હું જવા લાગ્યા હતા. એ વર્ષમાં સુલેહને માટે સૌથી સારૂં કામ કરનાર તરીકે અને જ્યારે ૮૦૦૦ પૌડનુ નાખેલ પ્રાઈઝ મળ્યું, ત્યારે તેણે ખાસ જરૂરીઆતને પહેાંચી વળવા માટે ૧૦૦૦ પૌડ રાખી બાકીના આર્બિટ્રેશન કમીટી( લવાદ મંડળ )ને આપી દીધા હતા. આ આત્મભાગ ઊંચા પ્રકારના હતા. ખરા વીરપુરુષને પૈસાની કિંમત કચરા જેટલી છે. મિ. ક્રેમરતે પાર્લામેન્ટના મેમ્બરતરીકે લડતમાં રહેવાથી થતા ખર્ચ બદલ તેના મહાજન તરફથી દર અડવાડીએ માત્ર થાડા ડાલર મળે છે અને તેને એકદમ ગંજાવર રકમ પ્રાપ્ત થઈ હતી, છતાં તેણે તે સુલેહના કાર્યમાટે આપી દીધી વીરત્વનું આ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ છે. ઈ સ ૧૮૮૭ માં મેં એ કમીટીને વાશિગ્ટનમાં પ્રેસિડન્ટ લિવ- લૅન્ડની મુલાકાત કરાવી હતી. એમણે કમીટીના સભ્યોનેા ખરા દીલથી સત્કાર કરી તેમને પેાતાના સહકારની ખાત્રી આપી હતી. તે દિવસથી વિગ્રહનું નામ- નિશાન નાબુદ કરવાનેા પ્રશ્ન મને વધારે અને વધારે મહત્ત્વનેા લાગવા માંડયા; અને આખરે ખીજા બધા વિચારા દબાઈ જ એનાજ વિચાર મારા મગજને ચકડોળે ચઢાવવા લાગ્યા. દુનિયા ઉપર સુલેહનું સામ્રાજ્ય સ્થાપવાના વિચાર કરવા માટે હેગ ખાતે ભરવામાં આવેલી પહેલી સુલેહ પરિષદ્ ( પીસ કન્ફ રન્સ ) તરફથી જે આશ્ચર્યકારક કામ કરવામાં આવ્યુ હતુ તે જોઇ મને અપાર આનદ થયા હતા. પરિષદ્ ભરવાનેા મૂળ હેતુ લશ્કર ઘટાડવાની ચેાજના નક્કી કરવાના હતા,તે સંબધમાં તે કઈ થઇ શકયુ નહિ;પણ મેાટાં રાજ્યાની