પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
મૅથ્યુ આર્નોલ્ડ અને બીજા સ્નેહીઓ



ખીચર એક ભલેા ઉદાર દીલને અને વિશાળ હૃદયને પુરુષ હતા. સારૂં જ્યાં જ્યાં નજરે પડે, ત્યાંથી તે ઉપાડી લેતેા. સ્પેન્સરનું તત્ત્વજ્ઞાન, આર્નોલ્ડની દીદિષ્ટ અને ઈંગરસેલને રાજપ્રકરણી સવાલેને મજબૂત ટેકે, એ બધાં રાષ્ટ્રની પ્રગતિમાં સાધનભૂત થતાં. મિ. ખીચર બધાની કદર પીછાનવા જેટલુ મેટુ મન બનાવતા અને એ સધળા માણસાને મદદગાર મિત્રાતરીકે વધાવી લેતે. ઇ. સ૦ ૧૮૮૭ માં અમે સ્કૉટલૅન્ડમાં હતાં, ત્યારે આર્નોલ્ડ ત્યાં અમને મળવા આવ્યા હતા. એક દિવસ શિકારના સંબંધની વાત નીકળતાં તેમણે કહ્યું કે, હું કદી શિકાર કરતા નથી; જેને પાંખા હેાય અને ચે ભુરા આકાશમાં ઉડી શકે તેની ઘાત કરતાં મારે। જીવ ચાલતા નથી; પણ માછલાં પકડવાનું મારાથી બંધ કરી શકાતું નથી; એક ઉમરાવ તરફથી વરસમાં બેત્રણ વખત માછલાં પકડવાની પરવાનગી મળવાથી મને ઘણા આનંદ થાય છે. એ માયાળુ ડયુકનું નામ હું ભૂલી ગયા છું, પણ એનામાં કંઇક ખાંપણ હતું અને તે એમણે અમને જણાવ્યુ હતુ. આવા માણસની સાથે ગાઢા સબંધ શી રીતે બધાયા, એમ પૂછવામાં આવતાં, તેમણે કહ્યું:- ઉમરાવ લેાકાને અમે મેટા માણસે ગણીએ છીએ. તેમનામાં અક્કલ કે ચારિત્ર્ય એકેય ન હાય, તેપણુએ મેટા માણસા ગણાય છે. અમે બધા મેટા માણસની સાથે મહાબત હેાવાનેા ડાળ રાખનારા હલકા માણસે છીએ. સેકડા વર્ષોના સંસ્કારે અમને એવા બનાવી દીધા છે. એ બાબતમાં અમે નિરુપાય છીએ. એ ખ્યાલ અમારા રક્તમાં ભળી ગયા છે. ' આ ઉદ્ગાર તેમણે હસતાં હસતાં કાઢયા હતા; એ પોતે તેવા નહેાતા, પણ જેએ ઘણી પેઢીએથી ઉતરી આવેલા હાવાને લીધે કુલીનપણાની ડફ્રાસ મારી ખાય છે, તેમને એ હસી કાઢતા. એ લેાકા ઘણી પેટીએ સુધીની પેાતાની વશાવળી ઉપજાવી શકે છે, એની તે કાઇથી ના પાડી શકાય એમ નથી, છતાં ઉંચા દરજ્જાના કુલીન અને તવંગર માણસાની હકીકતથી વાકેફ્ થવાનુ એમને ઘણું મન થતું. મને યાદ છે કે, એ જ્યારે ન્યુયાર્કમાં હતા, ત્યારે એમણે મિ. વેન્ડરબિલ્ટને મળવાની ખાસ ઈચ્છા દર્શાવી હતી, તે ઉપરથી મેં એમને એમ કર્યું પણ ખરૂં કે એનામાં અને બીજા માણસામાં કઇ બહુ ફેર નથી-એ માણસ જેવે માણસ છે. તેમણે જવાબ આપ્યાઃ- ખરી વાત છે, પણ દુનિયાના સૌથી તવગર માણસને એળખવા, એ કઇ ફેકી દેવા જેવી વાત નથી. ખરેખર, જે માણસ આપકમાથી તવંગર થાય છે, તે જે માણસે ખીજાની પાસેથી કુલીનપણાને વારસા Gandhi Heritage Portal