પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૪
હે અને મંકકિન્લી



વિશ્વાસ ઉઠ્ઠી જશે. બળવાની કિંમતતરીકે એ કરાડ આપવાથી કાઈ પણ પક્ષ સત્તા ઉપરથી ગબડી પડયા વગર રહે નહિ. બ્રાયનના પક્ષના સાત ચુસ્ત સભાસદ ફિલિપ્પાઇનના ટાપુએ ખાલસા કરવાની દરખાસ્તની વિરુદ્ધ મત આપવા તૈયાર હતા. આ વિષયના સંબંધમાં મારી સાથે વાત કરવા માટે બ્રાયન મને મળવા ન્યુયાર્ક આવ્યા હતેા; કેમકે આ ટાપુએ ખરીદી લેવાની વિરુદ્ધના મારા વિચાર જગપ્રસિદ્ધ હતા; હું વાશિંગ્ટન ગયા, ત્યારે બ્રાયન એમાહા ખાતે હતો, એટલે મેં તેને ત્યાં તાર કરી વસ્તુસ્થિતિની સમજ પાડી. એના પક્ષના સભા- સદેને પેાતાના અભિપ્રાય મુજબના મત આપવાની છૂટ આપવાનું મને તારથી જણાવવાની મે માગણી કરી. તેમને જવાબ મેં ઉપર જણાવ્યા તેવે આવ્યા. આવા મહત્ત્વના મુદ્દો જેમાં ગંભીર પરિણામ સમાયલાં હતાં, તેને પક્ષાપક્ષીને સવાલ બનાવવા, એ એમનું કાર્ય અધિટત હતું.પરિણામે સભાપતિનેા વધારાને મત દરખાસ્તની તરફેણમાં પડવાથી કાલકરાર માર થયા. બ્રાયનના એક શબ્દ દેશને આ વિનાશકારી પગલું ભરતાં અટકાવ્યા હાત. આ બનાવ અન્યા પછી ઘણાં વરસાસુધી ભ્રાયનપ્રત્યે હું સારા ભાવ ધરાવી શક્યા નહિ. પોતાના પક્ષના લાભની ખાતર પેાતાના અંગત વિચારેને તેમ દેશને ભેગ આપે એવા એ મને લાગ્યા. આ ઠરાવ પસાર થયા પછી હું પ્રેસિડન્ટ ઍંક કિન્લીને મળવા ગયા, તે વખતે મેં એમને કેવી રીતે જિત મળી હતી, તે સમજાવ્યું અને પ્રતિપક્ષીના ટેકાની જરૂર પડે એવી સ્થિતિમાં પોતાને મૂકવા બદલ તેમનું સાંત્વન કરી, બ્રાયનને આભાર માનવા મેં તેમને જણાવ્યું. હજારા માઈલ દૂર પડેલા મુલકનેા સંસ્થાન તરીકે ભાગવટા કરવા, એ અમેરિકાના રાજદ્વારીઓમાટે એક નવા અખતરા કરી જોવા જેવું હતું. એમાં કેટલી મુશીબતે સમાયલી હતી અને કેટલું જોખમ ખેડવાનું હતું, એને તેમને બીલકુલ ખ્યાલ નહેાતા. આજે યુનાઇટેડ સ્ટેટ્સના પ્રજાસત્તાક રાજ્યે એક ગભીર પ્રકારનુ ભૂલભરેલું પગલું ભર્યું, જેને લીધે તેને પેાતાના લશ્કરમાં તેમ નૌકાસન્યમાં મેટા વધારા કરવા પડયા. ત્યારથી રાજ- દ્વારીએના વિચારામાં કેટલા મેટા ફેરફાર થયા છે ! ૪૦ સ૦ ૧૯૦૭ માં હું પ્રેસિડન્ટ ઝવેલ્ટ સાથે નાસ્તા કરવા ખેઠા હતા, તે વખતે તેમણે મને કહ્યું:~ ફિલિપાઇનની ખલામાંથી છૂટવા માટે સૌથી વધારે ઇંતેજાર હાય એવા એ માણસા તમારે જોવા હોય તે તે આ રહ્યા-હું પોતે અને સેક્રેટરી ટેટ.” મેં પૂછ્યું:–“ ત્યારે તમે તેમાંથી કેમ છૂટતા નથી? એમ થવાથી અમે- Gandhi Heritage Portal