પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮
દાનવીર કાર્નેગી


૨૮ દાનવીર કાર્નેગી ભવ થયા હશે, તે કયારનેાય સ્મરણપટ ઉપરથી ભુંસાઈ ગયા છે. માત્ર, જે સ્ટીમબેટમાં બેસી અમારે એહિયા નદીમાં થઇ પિસબ જવાનું હતું, તેના આવવાની રાહ જોઇને અમારે ખવરના પુરા આગળની હાડીમાં જે રાત ગાળવી પડતી, તેને હું વિસરી ગયા નથી. એ રાતે અમને મચ્છરના ત્રાસજનક ઉપદ્રવને પહેલવહેલો અનુભવ થયા; સૌથી વધારે દુઃખ મારી માને થયું હતું. એની આંખેા એટલી બધી સુજી ગઇ હતી કે સવારમાં એનાથી પૂરું જોઈ પણ શકાતું નહેાતું. અમારા બધાના ચહેરા બીહામણા થઇ ગયા હતા; છતાં એ કાળરાત્રીનું દશજન્ય દારુણુ દુ:ખ પણ મને ઘસઘસાટ ઊંઘતાં અટકાવી શક્યું નહેાતું. હું હંમેશાં સારી રીતે ઉંઘ લઈ શકતે. અમારા પિટ્સબર્ગ ખાતેના મિત્રે લાંબી મુદતથી અમારા આગમનની રાહ જોઇ રહ્યા હતા; અને એમના સ્નેહભર્યાં અને માયાળુ સત્કારે અમારાં સઘળાં સંકટનું વિસ્મરણ કરાવ્યું. અમે એલિધની શહેરમાં તેમની સાથે રહ્યાં. મારા માસા હેગનના એક ભાઇએ એકાસ્ટ્સિ નામના મહેલાની અંદર આવેલા એક છૂટી જમીનના ટુકડાના પાછલા ભાગમાં એક નાની વણાટશાળા બાંધી હતી. આ મકાન મેડાબંધી હતું અને તેના બીજા માળમાં એ ખંડ હતા; તેમાં અમે રહ્યાં. આ મકાન મારી માસી એઇટ્કનનું હતું એટલે અમારે તેનું ભાડુ ભરવું પડતું નહેાતું. મારા માસાએ ઘેાડી મુદતમાં વણાટના ધંધા છેડી દીધો, એટલે મારા પિતાએ તેમની જગ્યા લીધી અને ટેબલલાથ વણવા- નું શરૂ કર્યું. મારા પિતાને એવાં ટેબલક્લાથ વણવાં પડતાં, એટલું જ નહિ પણ વેચવા પણ જવું પડતું; કેમકે ત્યાં જથાબંધ માલ ખરીદનારા વેપારી રહેતા નહિ. વણેલા માલ વેચવા માટે મારા પિતાને ઘેર ઘેર ભટકવું પડતું; છતાં પણ જે દામ હાથ આવતા, તે નજીવા હતા. મારા આથી કરીને હમેશની માફક મારી મા અમારી વહારે આવતી. એ કાઇ પણ રીતે નાઉમેદ થઇ જતી નહિ. બચપણમાં એ એના પિયરમાં જોડા પૈક કરી બાંધવાનું કામ શીખી હતી; અને તે વખતે મેળવેલી કુશળતાને તેણીએ અત્યારે કુટુંબના ઉદરપાષણાર્થે ઉપયાગમાં લીધી. મારા વડવાની માફક, મિત્ર અને ભાગીદાર મિ. હેત્રિક્રિપ્સના પિતા મિ. ફિપ્સ એક બહેાશ મેચી હતા.એ એલિધની શહેરમાં અમારી પડાશમાં રહેતા. તેમની પાસેથી મારી માએ કામ મેળવવા માંડયું અને ઘરનું કામકાજ કરવા ઉપરાંત આ અજબ સ્ત્રી (મારી મા) જોડા પેક કરવાના ધંધા કરી દર અવાડીએ ચાર ડાલર કમાતી. કેટલીક વખત તે મધરાત સુધી કામ કર્યા કરતી. દિવસે અને સાંજના ઘરના કામકાજ- માંથી પરવાર્યાં બાદ મળતા પુરસદના વખતમાં જે વખતે મારા નાના ભાઇ Garant Heritage Portal