પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
દાનવીર કાર્નેગી



ના જેવા ઉલટભર્યો આવકાર મળ્યા નહિ. માસીએ તેને ખેદપૂર્વક જણાવી દીધું કે, સ્વધર્મ ત્યાગથી તે કુટુંબની પ્રતિષ્ઠાને મેાટી હાનિ પહેાંચાડી છે. ‘પણ માસી ! તમે મારા ઉપર આટલી બધી સખ્તાઇ શામાટે કરેા છે? આ એન્ડી* એકે ધ સમાજમાં દાખલ થયેા નથી, તેને તે તમે બિલકુલ ઠપકા આપતાં નથી. કાઇ પણ ધ'માં દાખલ ન થયું તેના કરતાં મઁપ્ટિસ્ટ થવું, એ શું સારૂં નથી ?? તરતજ જવાબ મળ્યો કે:–“ હા, હા, એન્ડી નગ્ન છે; પણ તે તેા ધાગા વીંટયા છે.! માસીના મનથી એ ઉતરી ગયા તે ફરીથી પ્રથમનું સ્થાન સપાદન કરી શકયેાજ નહિ. હું હજી અલિપ્ત હતા, એટલે મારેમાટે સુધરવાને અવકાશ હતેા; પણ લિન્ડરે તે એક પથ સ્વીકાર્યો હતો અને એ ન્યુ જેસલમને પંથ નહેાતા; એટલું માસીને માટે બસ હતું. મારામાં જે સંગીતને શેખ જાગૃત થયા હતા,તે સ્વિડમ્બાર્શિયન સાસાઇટી- ના સંબંધને લીધે હતા. સાસાઇટીની પ્રાથનોંપેાથીના પરિશિષ્ટતરીકે ગાયનસ ગ્રહમાંથી કેટલાંક કીન પસંદ કરવામાં આવ્યાં હતાં. સ્વાભાવિક રીતેજ મને તે પસંદ પડી ગયાં અને જો કે મારેાક સારેય નહેાતે તા- પણ મારી ગાવાની ઢબ સારી ગણાતી, તેથી એ કીર્તન ગાનારા કીનીઆ અને પેાતાના ટાળામાં ઉભા રહેવા દેતા. હું ઘણી વખત સૂરને ભંગ કરતા,પણ મારા ઉત્સાહ જોઇ એ ગાયકમ ડળના અગ્રેસર મિ. ક્રાથન મારી કસુર દરગુજર કરતા. પાછળથી જ્યારે હું એ તમામ કીન ગાવામાં પાવરધા થઈ ગયા, ત્યારે હેન્ડલનાં જે કીર્તનને સંગીતશાસ્ત્રીએ સદૈત્તમ ગણુતા, તેજ મે અજ્ઞાનપણામાં મારાં પ્રિય ગાયનતરીકે પસંદ કર્યાં હતાં, એ જાણી મને ઘણા આનંદ થતા. આ પ્રમાણે મારા સંગીતના શિક્ષણની શરૂઆત પિટ્સબર્ગની સ્વિડ ગિયન સાસાઇટીના ગાયકગણુસાથેના સંબંધથી થાય છે. છતાં એક વાત મારે ભૂલવી વ્હેતી નથી કે સુંદર સૂર ઉપરના મારા પ્રેમના પાયા મારી જન્મભૂમિમાંજ નખાયા હતા. મારા પિતા મારી જન્મ- ભૂમિનાં જે લોકગીત ગાઇ સંભળાવતા, તે ઉપરથીજ મને ગાયનના શાખ ઉત્પન્ન થયા હતા. સ્કોટલૅન્ડનું કાઇ પણ જૂનું ગીત રાગસાથે મારા સાંભ- ળવામાં ન આવ્યું હાય એમ નહેાતું. સંગીતની ઉંચી ઇમારતના પાયે। લેાકગીત છે. મારા પિતા બહુજ સુંદર અને હૃદય પીગળાવે એવા ગવૈયા હતા, મારે

  • એન્ડ કાને'મીતુ હુલામણાનું અને ટુંક નામ ‘એન્ડી’ હતું.

Portal