પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
રેલ્વેની નોકરી



નાબુદ કરવા તણાઇ ગયું હેત તે એ એક એદરકારીભરેલા કાર્યની અસર માટે મારે કેટલાં બધાં વરસસુધી પ્રમાણિકપણે-એકનિષ્ઠાથી નેાકરી કરવી પડત ? જો મારા ઉપર ભાગ્યદેવી પ્રસન્ન થઈ ન હૈાત, તેા જેમના સારા અભિપ્રાયની મારા સાફલ્યમાટે આવશ્યકતા હતી, તેમને મારેમાટે સારે અભિપ્રાય બંધાત નહિ. ત્યારપછીથી, જો કાઈ યુવક એકાદ એ ગંભીર પ્રકારની ભૂલેા કરે, તાપણુ તેના ઉપર સખ્તાઇ વાપરવાનું મારું મન કેપ્સૂલ કરતું નથી. એવા માણસાની કસુરના ઈન્સાફ કરતી વખતે મને પેલું બંડલ યાદ આવે છે. મારૂં દેવ પ્રતિકૂળ હોત અને એ ગુમ થયેલું બંડલ મારે હાથ પાછું ન આવ્યું હાત, તે। મારી કારકીર્દીમાં કેવા મેટા તફાવત પડી ગયા હાત, એ વિચાર મારા મનમાં તે વખતે તરત સ્ફુરી આવે છે. આજપણ જ્યાં એ બંડલ પડયું હતુ, તે સ્થળ મને તરત જડે ! અને એ રેલ્વે ઉપર ને હું જેટલા ફેરા પસાર થાઉં છું તેટલી વખત કાંઠા ઉપર પડેલું એ બદામી રંગનું બંડલ મારી નજરે પડયાવગર રહેતું નથી. એ જાણે મને એમ કહેતું હાયની દીક છે, અચ્ચા ! તારૂં દૈવ સાનુકૂળ હતું, પણ જેજે ફરીથી એમ કરતા ! ” તેમ મને સમજાય છે. / મારી છેક નાની ઉંમરથી હું ગુલામગીરીની વિરુદ્ધના પક્ષમાં ભળ્યા હતા અને જો કે હું મત આપવાની લાયકાત ધરાવવા જેટલી ઉંમરે પહેાંચ્યા નહેાતા, છતાં ઇ૦ સ૦ ૧૮૫૬ ના ફેબ્રુઆરીની ૨૨મી તારીખે પિટ્સબર્ગમાં રિપબ્લિકન પાર્ટી’ (રાજકીય ખાખતામાં ઉથલપાથલ કરી નાખવાના વિચાર ધરાવનારા પક્ષ)ની પહેલી સભા ભરાઇ. તેને મે ઉત્સાહથી વધાવી લીધી હતી. પ્રતિષ્ઠિત પુરુષા મહેલ્લામાં થઇને પસાર થતા તેમને હું જોયા કરતા અને વિલ્સન, હેલ અને ખીજા સિનેટરા (યુનાઈટેડસ્ટેટસની આમની સભા જેવી લેકપ્રતિનિધિઓની સભાના સભાસદા ) ને દેખીને હું આશ્ચ ગરકાવ થઈ જતા. ઘેાડા વખત અગાઉ મેં ન્યુયાર્ક વીકલી ટ્રિબ્યુન’ માટે રેલ્વેના નેકરા- માંથી સા માણસાની એક કલબ સ્થાપી હતી. એના ખાહેાશ મંત્રી હોરેસ ગ્રીલીએ આ મહત્ત્વના પ્રશ્નના સંબંધમાં લેાકમત જાગૃત કરવામાટે ઘણા પ્રયાસ કર્યાં હતા અને એ પેપરમાં હું પણ વખતેવખત ટુંકી નોંધ લખી મેાકલતા. સ્વતંત્રતાની હિમાયત કરનારા એ પેપરમાં છપાયલો મારે લેખ પહેલવહેલા મારા જોવામાં આવ્યે, ત્યાર્થી મારા જીવનમાં ચાક્કસ ફેરફાર થયેલે! મારા સમજવામાં આવ્યા. એ ‘ટ્રિબ્યુન’ ને હું ઘણાં વર્ષસુધી વળગી રહ્યો હતા. આજ જ્યારે પાછળ દૃષ્ટિ નાખીએ છીએ ત્યારે આપણા દેશને ગુલામ- ગીરીના શાપમાંથી મુક્ત કરવામાટે આંતરવિગ્રહ ( સિવિલ વાર ) વહેારી લેવા