દાતના ગા. મળત્યા છે, તેને હું માટી રકમનું સાલીયા આપતી હાવાથી તે મારા ઉપકાર તળે રહેલા છે. એ વખત તા મે' તેની જીંદગી પશુ બચાવી છે. એક વખતે તે ધધામાં તદન પડી ભાંગવાની અણીપર આવેલા હતા તેમાંથી મે' તેને નાણાં- ની માટી મદદ કરીને ઉગારી લીધે હતા. આ ઉપરાંત મેં તેને ઘણી ભેટા અને ઇનામા આપીને લક્ષાધિપતિ બનાવ્યે છે, તેના બદલેા આજે તે મને ફ્રેન્ચ સત્તાવાળાઓના હાથમાં વેચી નાખીને વાળવા તૈયાર થયા છે. હું પ્રથમ તમેને જણાવી ચુકી છું તેમ ફ્રેન્ચ સત્તાવાળા- આએ એમને પકડાવી કે પકડી આપનારને તેમજ મારૂં રહેઠાણુ બતાવનારને મોટી રક્રમનું નામ આપવાનું નહેર કરેલું છે, તે ઇનામ મેળવી જવાની લાલચમાં તે નિમકહરામ પડેલા છે, મારા આ સંસ્થાનની તેને ખખ્ખર છે, અને તેણે સત્તાવાળાઓને કહ્યું છે કે, આ સંસ્થાન તે તેને બતાવી આપશે. આજથી ત્રણ અઠવાડીયામાં એક ફ્રેન્ચ બારકસ સીંગાપાર જશે અને તેમાં બીજા સાથે મારા તે વિશ્વાસધાતી મળત્યા મને સપડાવા માટે મારૂં રહેઠાણુ દેખાડવા આ તર્º ઉપડી આવનાર છે.”
પૃષ્ઠ:Dariya Ni Dakan.pdf/૧૦૪
Appearance