પૃષ્ઠ:Darshanika.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સતત માંદગીના બિછાનામાં પડ્યા છે, છતાં તેમણે ‘દર્શનિકા” માંની જૂની જોડણીને સુધારીને ગુજરાત વિદ્યાપીઠના જોડણીકોશને અનુસરતી કરી દીધી છે. મુંબઈ યુનિવર્સીટીએ ગુજરાત વિદ્યાપીઠના જોડણીકોશની જોડણીને માન્ય રાખેલી હોવાથી પાઠયપુસ્તકોમાં આ જોડણી જ હોય એ અનિવાર્ય છે, એમ સમજીને કવિશ્રીએ નવી જોડણીને અનુકૂળ કાવ્યરચનામાં અહીં તહીં સુધારા કરીને તેને સુસ્વર કરવા માટે ઘણો શ્રમ લીધો છે, અને તે સાથે ‘દનિકા નું પુનરાવર્તન પણ તેમણે કર્યું છે. એમને યોગ્ય લાગ્યું ત્યાં એમણે સુધારા વધારા પણ કર્યા છે અને આ રીતે, “દર્શનિકા” કાવ્ય વધુ સંસ્કાર પામ્યું છે. ગુજરાતે કવિશ્રી ખબરદારના ગ્રંથ પ્રત્યે હમેશાં મમતા દાખવી છે, તેમ સદાકાળ દાખવી રહેશે એવી આશા સાથે વિરમું છું. શ્રી ખડાયતા પ્રેસના માલેક અને મારા મિત્ર વિશ્રી કેશવભાઈ હ. શેઠે ખાસ કાળજીથી બે માસમાં આ મેટું પુસ્તક સુંદર રીતે છાપી તૈયાર કરી આપ્યું છે, તે માટે તેમને પણ આ પ્રસંગે હું આભાર માનું છું. શરપૂર્ણિમા, સં. ૧૯૯૬ તા. ૧૫-૧૦-૧૯૪૦ યશ હ. શુક્લ