પૃષ્ઠ:Darshanika.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખંડ છે. ૭૮ જીવતું મૃત્યુ છે જીવન આ તેહનું, જેહને જીવન આ વ્યર્થ લાગે : પળપળે લાખ શંકા ઉઠાવી ઉરે જીવનને સર્વ આનંદ ભાંગે ; જીવનને મહામૂલો જોગ ચાલી જતા, મેધ વરસી જતા વ્યોમમાંથી : નહિ ઝીલ્યાં અમૃત કે એક અંજલિ ધરી, - પામશે જીવનરસ એમ કયાંથી ? જે દિવાલે કરે આસપાસે ઊભી, ને સૂએ માંહીં અંધાર ઓઢી, તે ન કંઈ દિવસનાં તેજ પામી શકે, | ખેાય ત્યાં સર્વ આનંદ પોઢી ; ફૂલ નહિ જોય નિજ રંગ સૌરભ કશું, તદપિ કાંટા જ નિરખે શરીરે, તે પછી વ્યર્થ છે જીવન એ ફૂલનું, જીવતું મૃત્યુ એ જીવન ચીરે ! જીવનનું ગાન Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 37/50