પૃષ્ઠ:Darshanika.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખડ ૩ જીવન કયાંથી મળ્યું એ પૂળે સાર શો ? જીવન જે છે મળ્યું તે જ સારું ; દિવસમાં જન્મીને દિવસમાં મરી જતા કીટ યમ સમજશે રાત્રિ વારું ? જીવન જ્યાંથી મળ્યું ત્યાંથી આગળ જવું, વિશ્વનો એ જ છે ક્રમ સ્થપાયે ; જે ગયું તે બધું વિશ્વસંચિત બની | નવલ સર્જનતણો થાય પાયો. તે પછી ભૂતમાં શું હશું આપણે, જાણવી તે કશો કાળ છે ? જે ગયું તે બન્યું, તેની કંઈ રાખને નિરખતાં નવ કશે લાભ જે ; જીવનને સફળ આગળ ધપાવી કરો, એને જોય તે શ્રેષ્ઠ ચૂંટે: રાત્રિમાં તારલાપુષ્પને નિરખતાં પૃથ્વીના હૃદયમાં ફૂલ ફૂટે ! જીવનનું ગાન ८७ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 47/50