પૃષ્ઠ:Darshanika.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૧૪ કવિઓમાં ભાવ અને કલ્પનાની જેટલી વિશેષતા છે, તેટલી તત્ત્વ- દર્શનની પણ છે, કારણ કે ઊંચા કવિહૃદયમાં વિશ્વચેતન્યને તણા પિતાની જ્વાળા અને જ્યોતિ વધુ સ્પષ્ટપણે પ્રસરાવે છે. તત્ત્વજ્ઞાનને કવિતામાં ઉતારવાનું કાર્ય કેટલું વિકટ છે, તે તો ખરા કવિઓ જ જાણે છે. કવિતાના પ્રવાહને તત્ત્વજ્ઞાન તરફ વાળતાં માર્ગ માં ભારે મોટા ખડકા અને ઊંડી ખીણાની ભીતિ હોય છે, અને કવિનું હૃદય જે સદા સર્વદા જાગ્રત અને રસની અખંડ સેર ઉડાડતું નહિ રહે, તો એ કવિતાનો પ્રવાહ એ ખડક સાથે અથડાઈને છિન્નભિન્ન થાય, અગર તે ઊંડી ખીણોમાં પડીને અદશ્ય થઈ જાય. કવિહૃદયને એથી એવી તત્ત્વજ્ઞાનયુક્ત વિચારપ્રધાન કવિતા લખતાં સદા જાગ્રત રહેવું પડે છે, નહિ તો વિચારના શ્રેષ્ઠ માર્ગ માં કવિતાને રસ સુકાઈ જઈને અદશ્ય થાય છે, અને અંતે એવું લેખન શુદ્ધ કવિતા લેખે નહિ, પણ પદ્યમાં રચાયેલા સ્થૂળ વિચારોરૂપે જ રહી જાય છે. અંગ્રેજ તત્ત્વદર્શક મહાકવિ વવર્થની એવી સેકડે ને હજાર પંક્તિઓ ગદ્યરૂપે જ ગણાય છે તે એ જ કારણને લીધે, એ બધા અંગ્રેજી સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે. આ વિસ્તૃત કાવ્યમાં કવિતાના આત્મારૂપ રસ અને કલ્પના અખંડપણે વહે છે કે નહિ, અને એમાં કીધેલું તવદર્શન કાવ્યના સ્વાભાવિક ઉચ્ચ પ્રવાહને કઈ રીતે શુષ્કતામાં ઉતારી દે છે કે નહિ, તે તો રસિક અને રસજ્ઞ વાચકને જે લાગે તે ખરું. હવે આ કાવ્યના ઉદ્દભવ માટે થોડા શબ્દો હું અહીં કહી દેવા ઉચિત ધારું છું. કરુણરસમાંથી જેમ વીરરસ જન્મે છે, તેમ તેમાંથી જ્ઞાનને શાંત રસ પણ ઉદ્દભવ પામે છે. ઈ. સ. ૧૯૨૯ના જુલાઈ માસમાં મારી મોટી પુત્રી લાંબી માંદગી પછી પ્રભુશરણ થઈ. તે ઉપર મારે આશ્વાસનરૂપે એક પ્રશસ્તિકાવ્ય લખવું, એવી કેટલાક મિત્રો ને સંબંધીઓની સૂચના હતી. જીવનભરની તીવ્ર વેદનાના અને કડવા મીઠા પ્રસંગના અનુભવોમાંથી પસાર થઈ સજ્ઞાનની ઊંડી શાંતિ જ