પૃષ્ઠ:Darshanika.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૩
 

૯૫

કુસુમકળા તે। પ્રભાતે ઊગી ખીલતી,
પાંદડી ખેરવે સાંજ પડતાં ;
ને પતંગે। ય નાનાં દિને જન્મીને
રાતના વર્ષ દીપને ભાગ ચડતાં ;
માસ કે વર્ષ કંઈ નવ ગણે પોપટી,
જીવન છે માત્ર થોડી ઘડીનું:
ટૂંકું હો તોય આનંદભર જીવન એ
લઈ—દઈ રસ કરે હૃદય ભીનું.


સાઠ સિત્તેર કે વર્ષ સેા જીવતા,
તેાય કંઈ માનવી નહિં ધરાતે
આ રહ્યું, તે રહ્યું, ધાર્યું કંઈ નવ થયું :
રાજ એવા અસંતેાષ ખાતે ;
કાળની પળ ગમે તેટલી ખેંચતાં
જીવનસૌંદર્ય વધતું ન કાંઈ
જન્મીતે જીવવું તે ન કંઈ જીવવું—
જીવન સુંદર જીવે તે નવાઈ !

૧૦૪