પૃષ્ઠ:Darshanika.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

મારા હૃદયમાં ભરી હતી. મારી પુત્રી પ્રત્યે મારા નિર્મળ ને ઊંડે નેહ મારી પુત્રીના દ્રશ્ય કે અદૃશ્ય રૂપમાં પણ તેવો જ અખંડપણે વહેતો રહ્યો છે. તો પછી આ ખાનગી બેટને કવિ હોવાથી શું જાહેર રૂપ આપું ? એમાં તે મારા સ્નેહને નાનમ જ લાગે. એવા પ્રસંગ તે વિશ્વવહનનો સૌદર્યપ્રસંગ જ કહેવાય. તીવ્રમાં તીવ્ર શારીરિક અને માનસિક વેદનાએ મારા હૃદયને વિશ્વચેતન્યમાં અને સ્નેહના વિશ્વધર્મ માં શાંતિ અને સ્થિરતા અનુભવતું કીધું હતું, એટલે જીવન- ભરના મારા અનુભવોને પાક ઉતાર, એ જ મારે માટે ઈષ્ટ માર્ગ હતો. એ વિચારોમાં દર્શનિકા ' કાવ્યનો ઉદ્દભવ થયો. એ કાવ્યની બીજરૂપ એક કડી કાઈ ધન્ય પળે ઘણાં વર્ષો પર લખાઈ હતી, તે મારી નોંધપોથીમાં પડેલી એકાએક મારી નજરે પડી. તે કહી આ પુસ્તકના ૧૧૧મા મુક્તકમાં સમાયેલી આ રહી : દુઃખ ને દુઃખ જે જોય આ જગતમાં, તે ન જાણે અહીં સુખ કદાપિ ; દુ:ખ માટે જ જે હેત દુનિયા કીધી, તે કદી નરક ના જોત પાપી ; સુખ વિના પાપ નહિ, દુ:ખ વિણ પુષ્ય નહિ, વિશ્વનું એ જ ઊંડું ઉખ્યામું : દિવસ વિણ તાપના તીવ્ર વ્યાપાર કયાં, રાત્રિ વિણ ભવ્ય કયમ વિશ્વ માણું ? આ કાવ્ય તા. ૧૫મી ડીસેમ્બર ૧૯૨૯ને રોજ લખવાનું શરૂ કીધું, અને તા. ૩૧મી માર્ચ ૧૯૩૦ને દિને પૂર્ણ થયું, એટલે સાડાત્રણ માસની ટૂંકી મુદતમાં આ છ હજાર લીંટીને પ્રવાહ અખંડપણે વહ્યો અને ભદ્રરૂપ પામે. એ અરસામાં ધંધાનો વ્યવસાય, માંદગી વગેરે અનેક ઉપાધિઓ તો ચાલુ જ હતી, પણ મોટે ભાગે રાત્રિની શાંતિમાં એ કાવ્ય લખાઇને પૂરું થયું. મારી સદ્દગત પુત્રીની પ્રશસ્તિરૂપે પણ આ