પૃષ્ઠ:Darshanika.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કાવ્ય તો મારે મન મંગલસ્વરૂપ જ છે. સર્વના કલ્યાણમાં વ્યક્તિનું કલ્યાણ પણ સમાઈ જાય છે.

આ વિસ્તૃત કાવ્યની રચના નવ ખંડમાં વહેંચી દેવામાં આવી છે, અને “કલિકા’માં જેમ છૂટાં મુક્તક છે, તેમ આમાં પણ ઝૂલણા છંદની બે કડીનું મુક્તયુગ્મ રાખવામાં આવ્યું છે. દરેક મુક્તયુગ્મ સ્વયંપૂર્ણ છે, અને સ્વતંત્ર એકમ તરીકે તેને આગળ પાછળના સંબંધની ખાસ આવશ્યકતા નથી, તેમ છતાં વિચારપ્રવાહમાં તો દરેક મુક્તકયુગ્મ આખા ખંડનું સુસ્થિત અંગ થઈને રહે છે. આ રચના- કળાથી કાવ્ય દીર્ધ બનીને કંટાળો આપતું નથી અને રસ અખંડ રાખે છે. પ્રત્યેક મુકતયુગ્મ એક એક સોનેટ જેવું છે. લાંબાં વર્ણનકાવ્ય કે તત્વદર્શનયુકત વિચારપ્રધાન વિસ્તૃત કાવ્યો માટે આ વિધિ વાચકને કાવ્યને રસ અખંડ જાળવવા માટે સહાયરૂપ થઈ પડે છે, એવી મારી શ્રદ્ધા છે. દુનિયાનાં બધાં મોટાં કાવ્યો બહુધા એક જ છંદમાં રચાયાં છે, અને તેમાં જ કવિની કળાની ખરી પરખ અને સિદ્ધિનાં દર્શન થઈ શકે છે.

માનવજાતિ હજાર વર્ષથી પોતાના જ્ઞાનભંડારમાં ઉમેરો કરતી રહી છે, અને ધર્મનાં આધ્યાત્મિક તો સાથે વિજ્ઞાને પણ માનવ- જ્ઞાનને વધારવા તથા દઢ અને સિદ્ધ પાયા પર મૂકવા કંઈ જેવો તેવા ફાળો આપ્યો નથી. વિજ્ઞાનને હું તત્ત્વજ્ઞાનથી વિરુદ્ધ હોવાનું માનતા નથી. પ્રકૃતિ જે પુરુષનું અર્ધાગ છે, તેનાં ચલનહલનના નિયમનું જ્ઞાન પુરુષને સમજવા માટે તત્ત્વજ્ઞાન જેટલું જ અગત્યનું છે. આ કાવ્યમાં મેં ધર્મ, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય કરવા યત્ન કીધે છે. આજના પ્રચલિત કોઈપણ ધર્મને પૂર્ણ ગણવે એ અહંતા જ છે, કારણ કે આજના સર્વ ધર્મો એક જ સત્યધર્મની જુદી જુદી શાખા જેવા છે. વિશ્વ અને વિશ્વનિયતાનું સત્ય જ્ઞાન જેને થયું છે, તે એ બધી જુદી જુદી પ્રત્યક્ષ ધર્મવિધિઓથી પર છે. તેને મન તો વિશ્વના