પૃષ્ઠ:Darshanika.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭

૨૭૨


સ્થૂળ આ આંખ જે જીવનમાં અનુભવે, જીવતા જીવનની તે જ માયા ; સર્વ સાપેક્ષતા જીવનમાં, જગતમાં, સારું જે રહી તેની એ પ્રકટ છાયા ; નરસું કશું, સુખ અને દુઃખ શું, પાપ તે પુણ્ય શું, સર્વ ખેલે ; શક્તિ દૌર્બલ્ય, સંપત્તિ દારિદ્રય શું, શાક આનંદ, સૌ એમ તાલે. પણ જહીં આંખ અંતરતણી ખૂલશે, તે કિરણ સત્યનું માંહીં પડશે, પ્રકૃતિની દિવ્યતા કંઈક ધીરે ધીરે પ્રકટ પડતાં નવી દષ્ટિ જડશે ; સર્વ સાપેક્ષ સંકલ્પ તે ગ્રહણ ત્યાં ભ્રમિત કંકોતણાં છૂટી વ્હશે ; અંતરપ્રકાશે થશે સ્પષ્ટ ત્યાં, ને ગહન ભેદતી કૂંચી પાશે ! જીવન વિશ્વચૈતન્યના ચાગ ખડે છ ૨૯૧ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા

41/50

વિશ્વચૈતન્યનો યોગ
૨૯૧