પૃષ્ઠ:Darshanika.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 શનિકા ખંડ ૧ સભર સંસારસાગર ઉપર સરકતી મનુજનૌકા હુલે તનુજ જેવી ; ઉર ઉપર ઊર્મિની છળ રહે છલકતી, ઢળકતી મલકતી જાય એવી : સરલતા વેત શશી કશી નીતરે, ભીતરે ભાવના ભવ્ય ભરતી ! પળપળે જલ અતલ જલધિનાં ઝળહળે, સફર નૌકાસણી તેય નહતી. નજર જલ પર અટલ અચલ એ રાખતી, તોય જલ પર વમળ કૈક ઊઠે ! ભ્રમરનાં અશ્વશું તિમિર સામે ચડે, પવનભર ધુંધતી આંધી પૂઠે ; પહાડમેજા તુતક ઉપર તૂટી પડે, | થાય નૌકા હતી ન હતી ત્યાં : સફળ સંસારસાગર ઉપર નવ કશું ; કોણ કહેશે શિરે શું ય વીત્યાં ? સુષ્ટિની અસ્થિરતા Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 30/50