પૃષ્ઠ:Darshanika.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાત ને વીશ નક્ષત્ર વતણું તુજ જીવનચંદ્રની ફેરી પૂરી : શુદ્ધ કૌમાર્ય તે સફળ કીધું, સુતા !- રહી અમારી જ સેવા અધૂરી ! વૃદ્ધ માતાપિતા અંધ ઉરવ્યોમમાં તારક છતાં તિમિર ભાળે ; તેય નિજ હૃદયના હૃદયમાં જ્યોતિ તુજ નવ થશે લુપ્ત ત્યાં કોઈ કાળે ! અન્ય આજ આકાશનાં પડળ ઊઘડી ગયાં, તિની રેલ રેલાય સધળે ; આત્મ મુજ નાહ્ય તુજ અસ્તના રંગમાં, અમૃતનાં બિંદુ વેરાય ઢગલે ! તું જ કવિતા હતી રંક મુજ જીવનની, દર્શનિકા હતી તું જ મારી : વિશ્વચૈતન્યમાં ધન્ય વસજે, સુતા ! તુજ સ્મરણમાધુરી આ સ્વીકારી ! ૯