પૃષ્ઠ:Darshanika.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દનિકા ખડ ૧ ૫૭ કાળના ઘાટ પર માનવીઓ મળે, ઘડી મળીને પછી થાય છૂટા ; કેમ એ મિલન તૂટી જતું આખરે, | શું મળ્યા એમ પડવા વિખૂટા? કાળના ઘાટ પર માનવીઓ મળી સ્નેહનાં બંધને કૈક બાંધે, તદપિ નહિ કઈ છૂટું પડે એહવું અચળ બંધન ન કે કેમ સાંધે ? કાળના ઘાટ પર માનવીઓ મળી થાય છૂટા જીવનમૂંસરીથી ; પણ મળી સર્વ છૂટા પડ્યા જે અહીં, | તે કદી ક્યાંહીં મળશે ફરીથી ? ને ફરી જે મળે તે હશે તે જ સૌ, કે હશે કંઈ જુદા ત્યાં પ્રથમથી ? પૃથ્વીને રોજ આ દિવસ આવી મળે, તે મળે તે જ કે છાય અમથી ? મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 1450