પૃષ્ઠ:Darshanika.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 ખડ ૨ દર્શનિકા ૫૮ જ્યાં ગયા સર્વ ત્યાં છે જવું સર્વને, માનવીને કશું જેવું પાછું ? સર્વ રાહ જતાં ઢચુપચુ શું થયું ? હૃદયબળ પાડવું શીદ આછું ? જે ગયું તે નહિ જ આવતું કે ફરી, સરિતનું વહેણ પાછું ફરે શું? જીવન ફરી તે જ જીવવા ગમે કે ખરું જઈ અનંતત્વને ઉંબરે શું ? દિવસને તાપ દિનભર તપીને શિરે છે જ સંધ્યા વિષે શાંતિ લેવી : છે જ સંધ્યા સમા મૃત્યુના રંગ સૌ, છે મધુરતા વળી રાત્રિ જેવી ; જીવનના સ્વમથી છે ફરી જાગવું, | થઈ અનંતત્વના અંશ રહેવું : મૃત્યુ જે જોડતું તે જુદું પાડવા | ચલિત આ જીવનને શીદ દેવું? મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 1550