પૃષ્ઠ:Darshanika.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4252021 દર્શનિકા ખડ ૨ ६४ સરિતનાં મૂળ ને મુખ સમાં કંઈ દિસે જન્મ ને મૃત્યુ આ જીવનકેરાં ; સરિતનું મૂળ પર્વત દિસે, તેય એ મૂળનાં મૂળ બહુ છે અનેરાં ; જન્મથી જીવનને પંથ મંડાય, પણ જન્મ તા દ્વાર છે તેનું આંહીં ; સરિતનું મૂળ પણ છે મહાસિંધુમાં, જીવનનું મૂળ મહાજીવનમાંહીં. જન્મથી જીવનને પંથ સંડાય તે | મૃત્યુમાં પંથનો અંત આવે ; જન્મ ને મૃત્યુ બે જીવનસંબંધી છે, - જીવનમાં બેઉ સૌદર્ય લાવે; સરિતના મુખ સમું મૃત્યુ પણ સભર છે, | જીવનના વહનની સિદ્ધિ સાધી : મૃત્યુનું દ્વાર મહાઇવનમાં ખૂલતાં શું ન રહે જીવનની છલક વાધી ? મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 21/50