પૃષ્ઠ:Darshanika.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બીજી આવૃત્તિ માટે પ્રકાશકનું નિવેદન ઈ. સ. ૧૯૩૧માં કવિશ્રી ખબરદારને કર્તકાત્સવ ઉજવાયો તેની એક માસ અગાઉ ‘દર્શનિકા નું પ્રકાશન થયું હતું. ગુજરાતી સાહિત્યમાં તત્ત્વચિંતનથી ભરેલું આવું મેટું કાવ્ય બીજું કોઈ નથી. એટલે, “દનિકા ” ને બધી તરફથી સારો આવકાર મળ્યો હતો. દેશપરદેશમાં વસતા ગુજરાતીઓએ એની માગણી ચાલુ રાખી છે. ગહન વિચારોથી ભરેલા કાવ્યને એ ગ્રંથ હોવા છતાં, ગુજરાતે એની પહેલી આવૃત્તિ ઠીક ઠીક વહેલી ખપાવી દીધી એમ કહેવું જોઈએ. છેલ્લા દોઢ બે વર્ષથી ‘દર્શનિકા ’ની નકલે મળતી ન હતી. કેટલાંક અનિવાર્ય કારણોને લઈને આ આવૃત્તિ જલદી પ્રકટ કરવાનું બની શકયું નહિ, તે માટે હું દરગુજર ચાહું છું. દર્શનિકા ' ને મુંબઈ યુનિવસટીએ એમ. એ. અને બી. એ.ના વર્ગોમાં પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારીને એનું ઉચિત ગૌરવ કર્યું છે. આપણું પ્રસિદ્ધ ને તટસ્થ વિવેચકોએ તેમજ વિદ્વાનોએ ગુજરાતી કાવ્યસાહિત્યમાં એક અજોડ કાવ્ય તરીકે એની ગણના કીધી છે. દનિકા ’માંની જીવનફિલસૂફી કેાઈ પણ ધર્મના માણસને સત્પથે દોરવે તેવી છે. ( આ નવી આવૃત્તિમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે તે તરફ વાચકવર્ગનું ધ્યાન ખેંચવાની હું ફરજ સમજું છું. કવિશ્રી ખબરદ્વાર