પૃષ્ઠ:Darshanika.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

4/25/2021 દર્શનિકા ખંડ ૨ જે હતું તે જતું ઃ જે હશે તે જશે - જે સદા છે જ તે તેમ રહેશેઃ સૂર્ય ને તારક ઝબૂકશે, ભાંગશે, તદપિ આકાશ રહેશે હમેશે : સિંધુથી વાદળું બેમ જઈ ખેલતું, વારિ વરસી થતું લુપ્ત ત્યાંથી ; સિંધુજળથી થયું વાદળું, તો પછી | વાદળાનું થયું વારિ કયાંથી ? જગતથી લુપ્ત તો નહિ કશું યે થતું : રૂપ બદલાય છે સર્વ કેરું ; સૂર્યશું કિરણ આવે અને જાય છે, કિરણ જાતાં થતું તિમિર ઘેરું ; તેની તે માટીના ધાટ વિધવિધ થતા, તેનું તે કિરણ રહેતું ઝબતું : જીવનથી શું થયું ? મૃત્યુથી શું ગયું? ઘટકજળ કૂપમાંહીં જ ટપકતું ! મૃત્યુનું નૃત્ય Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: દર્શનિકા 2450