પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
કાઠિયાવાડ રાજકીચ પરિષદ

ઘેર ઘેર જઈ ને રેંટિયા કંતાવો’ એમ કરવામાં મેં વિનય કર્યો કે અવિનય એની મને શી ખબર ? પણ આ બે દિવસનો હું ગમે તેવો પણ રાજા. ગમે તેવડો હોય, ચોથા પાંચમા વર્ગનો હોય, તોયે તે રાજા; અને જ્યાં પદવી અને ૫દ ત્યાં રાજ્યાધિકાર; જ્યાં રાજ્યાધિકાર હોય ત્યાં ક્રોધ અને અન્યાય માટે અવકાશ રહેલો છે. એટલે રાજ્યકર્તાના અમલથી મળતા કડવા ઘૂંટડા આપણે પીવા જ રહ્યા.

આપની પાસે મેં બે પક્ષ રજૂ કર્યા — રાજપક્ષ અને પ્રજાપક્ષ. કાઠિયાવાડના રાજ્યકર્તાથી અન્યાય થાય એ મારે માટે અસહ્ય છે. હું તેમને એટલું જ કહીશ કે ‘તમે કયા ભવને માટે આ અન્યાય કરો છો?’ પ્રજાને એટલું જ કહું કે, તેઓ ખામેશીથી સહન કરતાં શીખે એમ હું ઇચ્છું છું. પ્રજાના હક વિષે મેં મારા છાપેલા ભાષણની છેલ્લી કંડિકામાં કહ્યું છે. એ કંડિકા તમે અનેકવાર વાંચજો, ગોખી લેજો. કોઈ પ્રજા ચડી નથી શકી જેણે હકનું સેવન કરેલું છે. કેવળ તે જ પ્રજા ચડી શકી જેણે ફરજનું ધાર્મિક સેવન કર્યું. ફરજના પાલનમાંથી તેને હક મળી રહ્યા. ફરજ અદા કરતાં કરતાં ઈશ્વરની પ્રાર્થના કરવી કે ઇષ્ટ અધિકાર પણ મળે જ. આપણાં શાસ્ત્રો માતૃભક્તિ અને પિતૃભક્તિ શીખવે છે. એનો અર્થ શો ? મારા પિતા મારા પર ચિડાય, મને ગાળ દે, મારે, તોપણ્ તેની સેવા કરું; બહુ બહુ તો તેમને કહ્યું કે, ‘ના, બાપુ, આટલા બધો માર ન મારો.’ એનું કારણ શું? આ તમારી આગળ ગર્જના કરનારા શૌકતઅલી — એની માના રાક્ષસ જેવા દીકરા, એની માતા ઘુરકાવે તો ચૂપચાપ બેસી જતા. એનું રહસ્ય શું છે? એનું કારણ એ છે કે માતાપિતાની