પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

ગુણદોષની જ ચર્ચા ચાલી. તેમાં બે વિરોધી જાતના મત હતા. એક કંતામણની તરફેણનો હતો તો બીજો કંતામણને મતાધિકારમાં દાખલ કરવાનો વિરોધી હતો.

જેઓએ કાંતવાના પક્ષમાં મત આપ્યો છે તેમની ફરજ તદ્દન સ્પષ્ટ છે. તેઓએ અડગપણે કાંતી અને બીજી રીતે પોતાના કાંતવાનો ને ખાદીનો પ્રચાર શરૂ કરી પોતાની શ્રદ્ધા સિદ્ધ કરવી રહી છે. જો તેઓ મત આપ્યા છતાં નિયમિત રીતે નહિ કાંતે તો તેઓએ કાઠિયાવાડને અને મને દગો દીધો ગણાશે. અને જો તેઓ નિરતર કાંતશે જ તો તેઓ વર્ષને અંતે ન કાંતનારને કાંતતા કરી મૂકશે.

ખાદી પહેરો

જેમ કાંતવું તેમ જ ખાદીનું પહેરવું. ખાદી પહેરવા પ્રત્યે તો મેં ભાગ્યે જ વિરોધ જોયો. એટલા બધા મત ખાદીના પક્ષમાં પડવા છતાં ખાદીના પહેરનાર કાઠિયાવાડમાં એટલા ઓછા છે કે તેથી દુઃખ જ થાય. કાઠિવાડની ખાદી બહાર જાય ને તેનો સ્થાનિક ઉપાડ ઘણો જ થોડો થાય એ બહુ દુઃખદાયક વાત ગણાય. પણ હવે જ્યારે પરિષદમાં ઘણા મત ખાદીના પક્ષમાં પડ્યા છે ત્યારે ખાદીની ખપત કાઠિયાવાડમાં ઘણી જ વધવી જોઇએ.

આજન્મ સભ્યો

કાઠિયાવાડ રાજકીય સભામાં છત્રીસેક આજન્મ સભ્યો છે કેમકે તેમણે એકીવખતે પાંચ રૂપિયા ભર્યાં છે. આ સભ્યોમાંથી કોઈએ તેમના હકનો પ્રશ્ન ઉઠાવ્યો ને મારી પાસેથી પ્રમુખ તરીકે નિર્ણય માગ્યો. કાંતવાનો ઠરાવ તેની વિરુદ્ધની કલમ રદ કરે છે, તેથી આજન્મ સભ્યોના હક જાય છે કે રહે