પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

કાંતનાર સભ્યો કરશે. આમાં મેં સો નામ એકઠાં કરવાનો પ્રયત્ન કરવાનું મારે માથે લીધું હતું, ને સાથે એ પણ કહ્યું હતું કે નાખુશ ગણાય એવા પણ બીજા બે કાંતનાર ગોતવા હું પ્રયત્ન કરીશ. મારે કાઠિયાવાડમાં આવવાનું જ હતું તેથી મેં તે નામ કાઢિયાવાડમાંથી જ શોધવાનું ધાર્યું હતું. તેમાં નાખુશમાં મેં પટ્ટણી સાહેબનું નામ ધારેલું હતું. જ્યારે કાંતવાનો ઠરાવ વિષયવિચારિણી સમિતિએ સ્વીકાર્યો ત્યારે મેં સો નામની માગણી કરી ને સાથે જણાવ્યું કે, પટ્ટણી સાહેબને કાંતવાનું સમજાવવાની કોશિશ કરીશ. એ શબ્દ મારા મોંમાંથી નીકળ્યા તેવા જ પટ્ટણી સાહેબ ઊભા થયા ને તેમણે પ્રતિજ્ઞા કરી કે, તેમની તબિયત સારી રહે ત્યાંલગી તે હમેશાં નિયમસર ઓછામાં ઓછો અરધો કલાક જમ્યા પહેલાં કાંતશે જ. તેમાં એ શરત કરી કે મારે તેમને કાંતવાનું શીખવવું. મને તો ભાવતી વાત થઈ. પરિષદ પૂર્ણ થયા બાદ મારે તેમના મહેમાન થવાનું હતું. પરિષદને બીજે જ દહાડે મેં તેમને અર્ધો કલાક શીખવ્યું. તે જ અરધા કલાકમાં તેમણે પૂણીમાંથી તાર કાઢતાં શીખી લીધું. બીજે દિવસે તો તેમણે બે કલાકમાં ૪૮ વાર સુંદર આઠ નંબરનું સૂતર કાંત્યું ને ત્રીજે દિવસે એક કલાકમાં ૨૭ વાર કાંત્યું. બન્ને દહાડા સ્નાન કરી સૂતર કાંત્યા પછી જ ભોજન કર્યું. આ પ્રમાણે બીજા એવા પ્રતિષ્ઠિત અમલદારો અને રાજવંશીઓ કાંતી દાખલો બેસાડે તો દેશના ગરીબ વર્ગ ઉપર સરસ છાપ પડે અને તે ઉદ્યમી બને. પટ્ટણી સાહેબની પ્રતિજ્ઞા સર્વાંશે સફળ થાય એવી મારી ઉમેદ છે.

મારે જણાવવું જોઈ એ કે તેઓ મહાસભાના કે કાઠિયાવાડ રાજકીય સભાના સભ્ય નહિ થાય. તેમ થાય એવી મારી