પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧૭
કાઠિયાવાડીઓને

કાઠિયાવાડમાં વળી હું થોડા જ રોજમાં પ્રવેશ કરીશ ને તે પણ આ વેળા રાજકાટમાં. ભાઈ ભરૂચાની ઉપર તો કાઠિયાવાડની એવી છાપ પડી છે કે તેમણે ત્યાં જ વધારે મુદ્દત ગાળવાની ને ખાદી રેંટિયાનો પ્રચાર કરવાની રજા માગી છે. આપણે આરંભે શૂરા હોઈએ છીએ એ આરોપ આ બાબતમાં તો સિદ્ધ નહિ થાય એવી ઉમેદ રાખું છું. રાજકોટના મુત્સદ્દીઓ ધારે તો રાજકોટમાં તેમજ કાઠિયાવાડના બીજા ભાગમાં નવું જીવન દાખલ કરી શકે છે. ‘બીજા ભાગમાં’ એટલા સારુ કે રાજકોટ મધ્યબિન્દુ બન્યું છે ને એજન્સીનું મથક હોવાથી ત્યાં બધા મુત્સદ્દીઓ એકઠા થાય છે. મુત્સદ્દીવર્ગને વખતની તંગી રહે છે. એમ તો કોઈ ન જ કહે. મુત્સદ્દીવર્ગની વગ તો સાધારણ વર્ગ પાસે છે જ. તેઓ કાઠિયાવાડને ખાદીમય કરી તેને તાજું કરી શકે છે ને કાઠિયાવાડમાંથી પાલી બાજરીની શોધમાં દેશાવર નીકળતા લોકોને ઘેર રોકી શકે છે. દરેક માણસ રેંટિયાથી કેટલું કમાણો એવો સવાલ કરવાથી આ પ્રશ્નનો ખરો ઉત્તર નહિ મળે, પણ કાઠિયાવાડની આમપ્રજામાં કેટલો પૈસો રહી જશે એનો ઉત્તર મેળવવાથી સંતોષકારક જવાબ મળી રહેશે. મીઠાની જકાતમાં રૂપિયે એક પાઈ વધે તેથી પ્રત્યેક જણને કેટલું વેઠવું પડે,