પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

જોઈએ કે એમાં બે વસ્તુનો ત્યાગ થયેલો હું જોઉં છું. એ ઇરાદાપૂર્વક થયો છે કે ભૂલથી જ થયો છે તે હું નથી જાણતો. એમાં મારી સેવાની આંકણી કરવામાં આવી છે, અને અહિંસા અને સત્યને મારા જીવનના મંત્ર કહેવામાં આવ્યા છે, એ ખરેખર છે. સત્ય અને અહિંસા મારા જીવનમાંથી ચાલ્યાં જાય તો હું મૃત દેહ જેવો રહું અને જીવનનો બાકીનો કાળ ગાળવો મારે માટે અશક્ય થઈ પડે. પણ એ સત્ય અને અહિંસાને જાળવવાની બે વસ્તુ, એ સાધનાઓ, જેનું હું પાલન કરી રહ્યો છું, તે વિષે સન્માનપત્રમાં લખવાનું તમે કેમ વીસર્યા એ વિચારતાં મને આશ્ચર્ય થાય છે. એ બે વસ્તુની સાધનામાં જે શક્તિ રહેલી છે તે હિંદુ-મુસલમાન ઐક્યમાં પણ નથી રહેલી. બલ્કે એ બેમાંથી એક પણ વસ્તુની સાધના વિના હિંદુ-મુસલમાન ઐક્ય પણ અશક્ય છે. એક મુસલમાન મિત્રે મને કહેલું કે, તમે જ્યાં સુધી એમ માનો કે હિંદુધર્મમાં અસ્પૃશ્યત્તાને સ્થાન છે ત્યાંસુધી હિંદુ-મુસલમાન ઐક્ય કેમ સંભવે? એ ભાઈ પવિત્ર મુસલમાન છે. મુસલમાનને અપવિત્ર માનનારા પણ પડ્યા છે, પણ મને લાગે છે કે તેઓ અધર્મ કરે છે. ગીતાજી અને હિંદુ ધર્મશાસ્ત્ર એમ શીખવે છે કે હિંદુ અને મુસલમાન અલગ અખંડિત વિભાગ હોય એ અશક્ય છે. હિંદુધર્મમાં જેને હું આજે વળગી રહ્યો છું તેને હું ગંગોત્રી કહું છું. એને અનેક શાખા છે, પણ એનું મૂળ તે એક જ છે. અને મૂળ એક છે તેમ એનું મુખ પણ એક જ છે.

ઢેડ ભંગી જન્મ્યા તેથી શું ? ચાંડાલ એવી તો કોઈ જાતિ નથી. ઢેડ જાતિ છે? ઢેડ એ શબ્દ શાસ્ત્રમાં છે? નથી જ. રૂઢિમાં છે ખરો. ઢેડ એટલે વણકર, ભંગી એટલે પાયખાનું