પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
દેશી રાજ્યોનો પ્રશ્ન

જ્ઞાની છતાં તેમનું જ્ઞાન ઘણીવાર ઢોળાઈ જવાનો પ્રસંગ આવતો. તેઓ આખાબોલા હતા. તેમને પણ કેટલીક વેળા સમય વિચારી બોલવું પડતું. મેં વિચાર્યું કે, ઠાકોર સાહેબે હુકમ કરેલો હશે કે ગાંધીને શાસ્ત્રીઓ પાસે આશીર્વચન અપાવવાં. નહિ તો શાસ્ત્રીઓ શેના આમ મારા જેવાને આશીર્વચન આપવા આવે? એમ મળેલા આશીર્વાદ શા કામના? હું તો એમ ઇચ્છું કે, શાસ્ત્રીઓમાં એટલું તેજ હોય કે તેઓ મને હિન્દુ ન માને તો, ને મને ચાંડાળ માને તો ચાંડાળ કહે. હું તો શાસ્ત્રીઓનો ભ્રમ ભાંગવા માગું છું. તેમને કહેવા માગુ છું: જે અહિંસાધર્મને ભજે છે તે કોઈને અસ્પૃશ્ય ન માને. એટલે મને દુઃખ થાય છે કે, શાસ્ત્રીઓની પાસે મને આશીર્વચન અપાવ્યા છતાં મારી હરિજનસેવા વિષે માનપત્રમાં ઉલ્લેખ પણ નથી. આ વિષે હું ઠાકોર સાહેબની આગળ જરૂર ફરિયાદ ખાવાનો છું, રડીને રાજ્ય લેવાનો છું. એટલે તેમને કહેવાનો કે ‘તમે જે અમીદૃષ્ટિ પ્રજાના બીજા વર્ગ ઉપર રાખો છો તે જ અમીદૃષ્ટ હરિજનો ઉપર પણ રાખજો, અને તો જ આ રાજ્ય નાનકડું છતાં આખી પૃથ્વી ઉપર શોભશે, અને રામરાજ્ય બનશે. વાલ્મીકિ કવિએ કહ્યું કે શ્રીરામચંદ્રે કૂતરાને પણ ન્યાય આપ્યો; અને તુલસીદાસે કહ્યું કે જેઓ ચાંડાળ કહેવાય તેની રામે દોસ્તી કરી. ભરત નિષાદરાજ પાછળ ગાંડા થઈને ગયેલા, તેના ચરણ ધોયેલા. એ ભરતના તમે વંશજ છો, તમે ગરીબને ન ભૂલજો, તમે રાત્રે ભટકીને પ્રજાનું દુઃખ શું છે તેની તપાસ રાખજો, હરિજનોનો પ્રતિનિધિ થઈ ને તમારી પાસે માગી લઉં હું તમે શાળાઓમાં હરિજનને સ્થાન છે કે નહિ તે પૂછજો, સ્થાન