પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
રડીને રાજ્ય લેવું છે

હોય તો હરિજનોને દાખલ કરાવજો, અને તેમ કીધાથી તે ખાલી રહે તો તેને ખાલી રાખજો.’

અહીં બૉય સ્કાઉટ્સને મેં જોયા ત્યારે મને થયું કે બૉય સ્કાઉટ્સનો યુનિફૉર્મ પણ ખાદીનો નહિ ? એમને ખાદીનો યુનિફૉર્મ મળે તો મારા હરિજનભાઈઓનું કાંઈક વળે, કાઠિયાવાડની અસંખ્ય ગરીબ બાઈનું પણ કાંઇક વળે. એક ગરીબડી બાઈએ મને કહ્યું, ‘રેંટિયો ચલાવીએ છીએ, પણ તમારા માણસ રેંટિયો લઈ ગયા.’ હું ચોંકી ગયો. મારા માણસ રેંટિયો લઈ જાય! મારા માણસ રેંટિયો લઈ લે તો તો પૃથ્વી રસાતળ જ જાય ના ! મેં તો તેને કહ્યું, મારા માણસ રેંટિયો ચલાવરાવતાં થાક્યા હશે એટલે બંધ કીધા હશે! તમે મને બહુ માન આપ્યું, પણ મેં જે અમોઘ રસ્તો બતાવ્યો છે તેને માટે મારી ભિક્ષા છે. તમે મને ખાદી આપો. આપ સૌ ખાદી પહરો, પ્રજાપ્રતિનિધિ મંડળમાં પણ ખાદીના ઠરાવો કરાવો. આપે તો મને સુવર્ણથી મઢેલું માનપત્ર આપ્યું. એને માટે હું તિજોરી ક્યાંથી લાવું ? અને તિજોરી માગું તો પાછા તે તિજોરીનો રક્ષક પણ માગવો પડે, તે રક્ષક ક્યાંથી લાવું? અને મારો રક્ષક તો રામ છે. એટલે એવાં માનપત્રો લઉં છું તેને રાખનાર જમનાલાલ બજાજ જેવા ધનવાન જે મારા દીકરા થઇને બેઠા છે તે છે. મારી ત્યાં તો કેવળ ખાદીને સ્થાન છે, અને તે હું ગમે તેની પાસે માગું. મેં તો લૉર્ડ રીડિંગને કહેલું કે, ‘તમે અને તમારા દરવાન ખાદીભૂષિત હો એમ હું ઇચ્છું છું.’ એના એ જ શબ્દો હું તમને અને તમારી પ્રજાના પ્રતિનિધિઓને કહું છું. અને એ કારણથી અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી એ મારી