પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧
કાઠિયાવાડનાં સ્મરણો

કહેવાય, ને સામાન્ય રીતે સહુ મુદ્દાસર બોલતા હતા. દલીલ કરવાની શક્તિમાં, મર્યાદા જાળવવામાં, પદ્ધતિસર કામ કરવામાં કોઈ પણ પ્રતિનિધિ મંડળથી આ મંડળ ઊતરે એમ હું ન કહું.

દારૂનિષેધ

આ મંડળમાં મુખ્ય ચર્ચા મદ્યનિષેધ વિષે હતી. પ્રતિનિધિમંડળે એકમતે ઠરાવ કર્યો કે દારૂની દુકાનોને દારૂ ગાળવા દેવાનું દરબારે બંધ કરવું જોઈએ. ના. ઠાકોર સાહેબનો મત એથી વિરુદ્ધ હતો એ પ્રતિનિધિઓ જાણતા હતા. આ ઠરાવ બીજી વેળા લાવવામાં આવ્યો હતો.

વિચારદોષ

ના. ઠાકોર સાહેબ પોતે પ્રતિનિધિઓ સાથે દલીલમાં ઊતર્યાં હતા. તેથી તેમના વિચારો જાણી શકાતા હતા. જો દારૂની દુકાનો બંધ કરવામાં આવે તો વ્યક્તિસ્વાતંત્ર્યને હાનિ પહોંચે, એ તે નામદારની દલીલ હતી. મને લાગે છે કે આમાં મોટો વિચારદોષ રહેલો છે. દરબાર દારૂની દુકાનો બંધ કરે તેમાં વ્યક્તિસ્વાતંત્ર્યને શો ધક્કો પહોંચે છે એ સમજવું મુશ્કેલ છે. દારૂનું પીવું ગુનો ગણાય એવી પ્રજાની માગણી નહોતી, પણ દારૂ બનાવવો કે વેચવો બંધ થાય એ માગણી હતી. જે વસ્તુને વ્યક્તિ કે સમાજ દોષવાળી ગણે તે વસ્તુ બનાવવા કે વેચવા સમાજ કે વ્યક્તિ બંધાયેલાં નથી. દારૂથી થતી હાનિ સૌ કોઈ જાણે છે. જેમ ચોરી કરવાનું સ્વાતંત્ર્ય હોય નહિ, તેમ દારૂ બનાવવા કે વેચવાનું પણ ન જ હોય. જેને પીધા વિના ન જ ચાલે તે તેઓ હદ છોડી શકે છે. આવી બંધીનાં દૃષ્ટાંતો વ્યક્તિસ્વાતંત્ર્યને પૂજનારા દેશોમાં પણ પુષ્કળ