પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
કાઠિયાવાડનાં સ્મરણો

ઈશ્વરે પોતે પોતાની સત્તાને મર્યાદા આંકી છે. સત્તાનો દુરુપયોગ કરવાની શક્તિ છતાં તેણે તે શક્તિનો ત્યાગ કર્યો છે. શરીર નિભાવવાની શક્તિ છતાં જે તે શક્તિનો ત્યાગ કરે છે તે મોક્ષ મેળવે છે. શુદ્ધતમ બ્રહ્મચારી સ્વેચ્છાએ પોતાની શક્તિનો સંગ્રહ કરતાં એવી પરાકાષ્ટાએ પહોંચે છે કે છેવટે તે ક્લીબના જેવો થઈ રહે છે. એ સ્થિતિ અવર્ણનીય છે. એ સ્થિતિ દ્વંદ્વાતીતની છે. તે જડ હોવા છતાં શુદ્ધ નિર્વિકારી ચૈતન્ય છે, તેથી જ અંગ્રેજીમાં કહેવત છે કે રાજા દોષ કરતો જ નથી. ભાગવતકાર કહે છે કે તેજસ્વીને દોષ નથી. તુલસીદાસે પોતાની મધુરી હિંદીમાં કહ્યું, ‘સમરથ કો નહિ દોષ ગુસાંઈ’. આ ત્રણ વાક્યોનો અનર્થ આ કાળમાં થાય છે. એટલે કે બળવાન દોષ કરતા છતાં દોષ નથી કરતો એમ મનાવવું ને માનવું. સત્ય તો તેથી ઊલટું જ છે. બળવાન એ જ કે જે પોતાના બળનો દુરુપયોગ ન જ કરે, પોતાની ઇચ્છાએ તે બળના દુરુપયોગનો ત્યાગ કરે, તે એટલે સુધી કે તે દુરુપયોગ કરવા અશક્ત બને. આપણા નરેશો એવા કેમ ન બને ? એવા થવું તેઓની શક્તિની બહાર છે?

રાષ્ટ્રીય શાળા

બે રાષ્ટ્રીય શાળાઓ ખોલવાની ક્રિયાનો હું સાક્ષી હતો. એક તો રાજકોટની. તે ખોલવાની ક્રિયા નામદાર ઠાકોર સાહેબે જ કરી ને મેં હાજરી આપી, બીજી વઢવાણની. તે ખોલવાની ક્રિયા મેં જ કરી. બન્નેની ઉપર વાદળ આવ્યાં. બન્નેને હરિજન પ્રશ્ન નડ્યો, બન્ને તે પ્રશ્નને ઓળંગી ગઈ છે, છતાં તે વિષે નિર્ભય નથી થઈ. નિર્ભય થવામાં અધ્યાપકોની