પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.





૨૧
પ્રજા અને રાજા

પ્રજા અને રાજાએ એકબીજામાં ઓતપ્રોત થઈ જવું જોઈએ. જેવી રીતે ‘યથા રાજા તથા પ્રજા’ એ સત્ય છે, તેવી જ રીતે ‘યથા પ્રજા તથા રાજા’ એ પણ સત્ય છે. તમે પોતે કશું ન કરો તા રાજાની ગમે તેટલી ઇચ્છા છતાં રાજા કશું ન કરી શકે. તમે દંભ, ખુશામત, પાખંડ તમારી જિંદગીમાં દાખલ કરો તો તેનો પડઘો રાજાના જીવનમાં પણ પડવાનો. આ વિષે મારે ઇશારો કરવો પડે છે, કારણ ‘મીઠા તો મધથીયે અદકા’ વચન હજી સાચું છે.

નવજીવન, ૧–૩–૧૯૨૫